વરિષ્ઠ અભિનેતા દિન્યાર કોન્ટ્રૈક્ટરનું આજે બુધવારે સવારે 79 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર રહેતા હતા. તેમના અંતિમવિધિ બુધવારે મુંબઈમાં 3.30 વાગ્યે કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

વડા પ્રધાન મોદીએ લખ્યું: પદ્મશ્રી દિન્યાર કોન્ટ્રૈક્ટર સ્પેશ્યલ હતા કેમ કે તેમને ઘણી ખુશીઓ ફેલાવી. તેના બહુમુખી અભિનય ઘણા ચહેરાઓ પર સ્મિત લાવી દીધું. ભલે પછી તે થિયેટર, ટેલિવિઝન અથવા તો ફિલ્મો હોય, તેઓએ બધા માધ્યમોમાં અદભૂત કર્યું છે. તેના અવસાનથી ખુબ જ દુઃખ થયું.
Padma Shri Dinyar Contractor was special because he spread lots of happiness. His versatile acting brought smiles on several faces. Be it theatre, television or films, he excelled across all mediums. Saddened by his demise. My thoughts are with his family and admirers. pic.twitter.com/yV8JswP1g1
— Narendra Modi (@narendramodi) June 5, 2019
ઘણી હિટ ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યાં હતા. તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કામ કર્યું હતું. તે મોટા ભાગે ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો.
