રાજયમાં દારૂબંધી હોવા છતાં વારંવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે બેરોકટોક વેચાણ અને પીધેલા પકડાતા હોય છે અનેકવાર દારૂના જથ્થા સાથે કેટલાક શખ્શોને ઝડપી લેવાતા હોય છે. ત્યારે લાગે છે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધનો કાયદો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં આજે પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે સુરતમાં દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે.સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યો છે.જાહેરમાં લોકો દારૂ પીતા નજરે પડી રહ્યા છે.
જો કે,સ્થાનિકો દ્વારા સરથાણા પોલીસને અનેક વાર રજૂઆત કરવામાં આવી છતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ વીડિયો વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે.
