Not Set/ વાયુનું તોફાન : 3 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાશે, વેરાવળ પર મોટો ભય,NDRFની 35 ટીમો તૈનાત

ભારતના હવામાનશાસ્ત્ર વિભાગ (આઇએમડી) એ ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં ચક્રવાતન “વાયુ” ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાંથી ઉદભવતા ચક્રવાતનું વાવાઝોડું વાયુ 75 કિલોમીટરથી વધીને 135 કિમી પ્રતિ કલાકની ઝડપની સાથે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ત્રાટકશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 13 જૂનના રોજ વેરાવળના કાંઠા પર વાવાઝોડાનું ભારે તોફાન થઈ શકે છે.વેરાવળના દરિયા […]

Top Stories Gujarat Others

ભારતના હવામાનશાસ્ત્ર વિભાગ (આઇએમડી) એ ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં ચક્રવાતન “વાયુ” ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાંથી ઉદભવતા ચક્રવાતનું વાવાઝોડું વાયુ 75 કિલોમીટરથી વધીને 135 કિમી પ્રતિ કલાકની ઝડપની સાથે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ત્રાટકશે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 13 જૂનના રોજ વેરાવળના કાંઠા પર વાવાઝોડાનું ભારે તોફાન થઈ શકે છે.વેરાવળના દરિયા કિનારાના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.વાયુને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે રહેતા 3 લાખ લોકોને સલામત સ્થળે ખેસડી દેવા જણાવ્યું છે.

વાયુનું સંભવિત તોફાનને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે વસતા ગીરના સિંહોને પણ સલામત સ્થળે ખસેડવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.વાવઝોડાને લીધે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત તટવર્તી વિસ્તારો વેરાવળ, ભુજ અને સુરતમાં વરસાદ થઇ શકે છે.

ચક્રવાતને કારણે,સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સોમનાથ, વેરાવળ, જામનગર, પોરબંદર અને કચ્છ સહિતના ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

સંભવિત વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં 12થી 15  જૂન સુધી રજા રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વાવાઝોડા સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. સાથે જ આ ૩ દિવસ સ્કુલ પ્રવેશોત્સવ રદ કરવામાં આવ્યા છે. તો જે 10 જિલ્લામાં આ વાવાઝોડાની અસર જોવા મળશે, તે 10 જીલ્લા જેમ કે પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ,ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં સ્કુલ-કોલેજમાં 13 જુનથી 14 જુન સુધી રજા જાહેર કરવામાં આવી છે. તો ત્યાં જ વલસાડમાં વરસાદે પણ દસ્તક આપી દીધી છે.

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ  વાવાઝોડું 13 જૂનની સવારે વેરવલ અને દીવ વચ્ચે પોરબંદર અને મહુઆ વચ્ચે  પાર કરશે. હવામાન ખાતાએ વર્તમાનમાં તમામ બંદરો પર ચક્રવાત ચેતવણી આપી છે અને માછીમારોને સમુદ્ર તટ પર ન જવા દેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે, બંદરો પર સાઈક્લોનીક વોનીંગ જારી કરવામાં આવ્યું છે. તો ત્યાં જ વહીવટ દ્રારા ચેતવણી પર આપવામાં આવી છે અને કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આર્મી અને એનડીઆરએફ ટીમો  એલર્ટ છે. એનડીઆરએફની એક ટીમને વિજયવાડાથી એરફોર્સના ખાસ પ્લેનમાં જામનગર લાવવામાં આવી છે.એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે. સાથે આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. એનડબલ્યુએફની તમામ 26 ટીમો ગુડગાંવમાં તૈનાત કરવામાં આવી છે,જ્યારે 10 સ્ટેન્ડબાય પર મૂકવામાં આવી છે. રાજકોટમાં 26 ટીમોમાંથી 16 ની તૈનાત કરવામાં આવી છે.