જમ્મુ-કાશ્મીરમાં ડિસેમ્બર 2014 થી ડિસેમ્બર 2018 સુધીમાં આતંકની 1213 બનાવો થયા. આમાંથી 183 લોકો અને 838 આતંકવાદીઓ માર્યા ગયા. આ સમય દરમિયાન દેશના અન્ય સ્થળોએ માત્ર 6 આતંકી બનાવો થયા છે. જેમાં 11 લોકો અને 7 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન આતંકવાદીઓ સામે સંઘર્ષમાં વિવિધ ભારતીય સૈન્યબળોના 198 જવાનો શહીદ થયા છે. લોકસભામાં રજૂ કરેલા દસ્તાવેજો આ બનાવોને સાક્ષી આપે છે.
પાકિસ્તાનમાં ગયા વર્ષે ચૂંટણી યોજાઈ હતી. ઓગસ્ટમાં ઈમરાન ખાન વડા પ્રધાન બન્યા. તેમણે સરહદ પર આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા માટે મોટા વચનો પણ કર્યા. નરેન્દ્ર મોદીને બીજીવાર પીએમ બનવા પર ઇમરાન ખાન અભિનંદન પણ પાઠવ્યા છે. પરંતુ ઇમરાન ખાનના પ્રથમવાર વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીને બીજીવાર વડાપ્રધાન બન્યાની વચ્ચેના 11 મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 4 મુખ્ય આતંકવાદી હુમલાઓ થયા .
14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો. આ હુમલામાં 46 જવાનો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ પછી જ ભારતીય વાયુસેનાએ બાલકોટમાં એર સ્ટ્રાઈક કરી જૈશ-એ-મોહમ્મદના સ્થળોને નાશ કર્યા. 7 મી માર્ચના રોજ જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલો થયો હતો. જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.
9 એપ્રિલે કિશ્તવારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના બે કાર્યકર્તાઓને આતંકવાદીઓ મારી નાખ્યા હતા. 12 જૂનના રોજ અનંતનાગના બસ સ્ટેશન નજીક આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. જયારે ફાયરિંગમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા.
પાકિસ્તાને ત્રણ વર્ષમાં 4281 વાર તોડ્યો સંઘર્ષવિરામ, 74 વાર ઘૂસણખોરીનો પ્રયાસ
છેલ્લાં ત્રણ વર્ષમાં પાકિસ્તાનએ જમ્મુ-કાશ્મીરમાં 4281 વાર યુદ્ધવિરામ તોડ્યો છે. આ દરમિયાન, લગભગ 70 સૈનિકો અને આતંકવાદીઓના ઘણા લોકો માર્યા ગયા હતા. જ્યારે, 256 જવાનો અને 373 ઘાયલ થયા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ 74 વખત ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય બળોએ નિષ્ફળ કરી દીધા.
નરેન્દ્ર મોદીને બીજીવાર વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાનના વિદેશી કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલએ ટ્વીટ કરી કે ઇમરાન ખાને મોદીને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની તેમની ઇચ્છાને પુનરાવર્તન કરતાં, ખાને કહ્યું કે તેઓ આ ઉદ્દેશોને આગળ ધપાવવા વડાપ્રધાન મોદી સાથે મળીને કામ કરવાની આશા રાખે છે.
મોદીએ પણ પ્રતિક્રિયા આપી કે આપણા પ્રદેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહકાર, વિશ્વાસ અને હિંસા ઉપરાંત, આતંકવાદથી મુક્ત વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટ કરવા માટે ઉત્સાહિત છે.
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને પીએમ નરેન્દ્ર મોદીને એકવાર ફરી પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાણી ઉમ્મીદને લઈને લખ્યું છે. ઇમરાનએ પીએમ મોદીથી સાઉથ એશિયા અને પાડોશી દેશોમાં શાંતિમાટે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પત્રમાં કાશ્મીર વિવાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
