Not Set/ ICC World Cup INDvsPAK : ઇન્ડિયા સામે પાકિસ્તાને જીત્યો ટોસ, પસંદ કરી બોલિંગ

આજે રવિવારનાં રોજ ભારતીય સમયાનુસાર 3 વાગ્યાથી ભારત અને પાકિસ્તાનની મેચ શરૂ થવાની છે. જેને લઇને ટીમ ઈંન્ડિયા અને પાકિસ્તાનની ટીમ તૈયાર થઇ ગઇ છે. દેશમાં આ મેચને લઇને ઉત્સાહ કેટલો છે તે વાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે લોકોએ આજનાં તેમના દરેક કામને પડતા મુકી મેચ જોવાનું નક્કી કર્યુ છે. આપને જણાવીએ કે […]

Top Stories Sports

આજે રવિવારનાં રોજ ભારતીય સમયાનુસાર 3 વાગ્યાથી ભારત અને પાકિસ્તાનની મેચ શરૂ થવાની છે. જેને લઇને ટીમ ઈંન્ડિયા અને પાકિસ્તાનની ટીમ તૈયાર થઇ ગઇ છે. દેશમાં આ મેચને લઇને ઉત્સાહ કેટલો છે તે વાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે લોકોએ આજનાં તેમના દરેક કામને પડતા મુકી મેચ જોવાનું નક્કી કર્યુ છે.

આપને જણાવીએ કે પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ કરવાની નિર્ણય કર્યો છે. આ મહામુકાબેલેમાં બંને ટીમોમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. વિજય શંકરને ઇજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ વિજય શંકરને પ્લેઇંગ ઈલેવનમ  રમવાની તક મળી છે.બીજી તરફ પાકિસ્તાને પણ એક મહત્વનો ફેરફાર કર્યો છે.

વર્લ્ડકપ ક્રિકેટમાં ભારત-પાકિસ્તાન મેચ

ચોથી માર્ચ ૧૯૯૨ : સિડનીમાં પાકિસ્તાન પર ભારતની ૪૩ રને જીત

૯મી માર્ચ ૧૯૯૬ : બેંગ્લોરમાં ચિન્નાસ્વામી ખાતે પાકિસ્તાન પર ભારતની ૩૯ રને જીત

૮મી જૂન ૧૯૯૯ : ઓલ્ડટ્રેફર્ડ ખાતે પાકિસ્તાન પર ભારતની ૪૭ રને જીત

પહેલી માર્ચ ૨૦૦૩ : સેન્ચ્યુરિયનમાં પાકિસ્તાન પર ભારતની છ વિકેટે જીત

૩૦મી માર્ચ ૨૦૧૧ : મોહાલીમાં પાકિસ્તાન પર ભારતની ૨૯ રને જીત

૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ : એડિલેડમાં પાકિસ્તાન પર ભારતે૭૬ રને જીત મેળવી હતી

ચેમ્પિયન્સ ટ્રોફી

૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૪ : પાકિસ્તાનની ભારત પર ત્રણ વિકેટે જીત

૨૬મી સપ્ટેમ્બર ૨૦૦૯ : સેન્ચ્યુરિયનમાં ભારત પર પાકિસ્તાનની ૫૪ રને જીત

૧૫મી જૂન ૨૦૧૩ : એજબેસ્ટનમાં પાકિસ્તાન પર ભારતની આઠ વિકેટે જીત

વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાને ભારત પર જીત મેળવી લીધી હતી.

 

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો મંતવ્ય ન્યૂઝ

એશિયા કપ

૧૩મી એપ્રિલ ૧૯૮૪ : શારજહામાં પાકિસ્તાન પર ભારતની ૫૪ રને જીત

૩૧મી ઓક્ટોબર ૧૯૮૮ : ઢાકામાં ભારતની પાકિસ્તાન પર ચાર વિકેટે જીત

૭મી એપ્રિલ ૧૯૯૫ : ભારત પર પાકિસ્તાનની શારજહાંમાં ૯૭ રને જીત

૨૦મી જુલાઈ ૧૯૯૭ : ભારત પાકિસ્તાન વચ્ચે કોલંબો મેચનું પરિણામ ન આવ્યું

ત્રીજી જૂન ૨૦૦૦ : ઢાકામાં પાકિસ્તાનની ભારત પર ૪૪ રને જીત

૨૬મી જૂન ૨૦૦૮ : કરાંચીમાં ભારતની પાકિસ્તાન પર છ વિકેટે જીત

૧૯મી જૂન ૨૦૧૦ : શ્રીલંકામાં ભારતની પાકિસ્તાન પર ત્રણ વિકેટે જીત

૧૮મી માર્ચ ૨૦૧૨ : ઢાકામાં ભારતની પાકિસ્તાન પર છ વિકેટે જીત

બીજી માર્ચ ૨૦૧૪ : ઢાકામાં ભારત પર પાકિસ્તાનની એક વિકેટે જીત

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.