Not Set/ જાણો શું હતી સંજીવ ભટ્ટનાં તાબામાં થયેલ કસ્ટોડીયલ ડેથની સમગ્ર ઘટના

ત્રણ દાયકાથી કોર્ટમાં ચાલતા જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ ડેથના કેસમાં ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ સહિતના સાત પોલીસ અધિકારીઓને સજા ફટકારવામાં આવી હતી. દબંગ અને નાયક આઈપીએસ અધીકારીની છાપ ધરાવતા સંજીવ ભટ્ટ. હવે એક ખલનાયકની કેટેગરીમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. 1990ની શરૂઆતમાં જામજોધપુર ખાતે બનેલ એક ચોરીના બનાવમાં પોલીસે ચોરને બદલે ગામ લોકોને […]

Gujarat Others

ત્રણ દાયકાથી કોર્ટમાં ચાલતા જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ ડેથના કેસમાં ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ સહિતના સાત પોલીસ અધિકારીઓને સજા ફટકારવામાં આવી હતી. દબંગ અને નાયક આઈપીએસ અધીકારીની છાપ ધરાવતા સંજીવ ભટ્ટ. હવે એક ખલનાયકની કેટેગરીમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. 1990ની શરૂઆતમાં જામજોધપુર ખાતે બનેલ એક ચોરીના બનાવમાં પોલીસે ચોરને બદલે ગામ લોકોને પરેશાન કરતા જામજોધપુરના સ્થાનિક આગેવાનો તથા ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ઉભો થયેલ હતો. અને જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ ડેથ કેસનો ઘટના ક્રમ 1990માં શરુ થયો હતો. જામનગર ડીસ્ટ્રીકટ જજ બી.એમ. વ્યાસે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ડોનને 302 મુજબ તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા કાયમ રાખી છે. જ્યારે બાકીના આરોપીઓને 323 મુજબ સજા કાયમ રાખવામાં આવી છે.

કસ્ટોડીયલ ડેથની સમગ્ર ધટના વિશે વાત કરીએ તો ઓકટોબર 1990ની શરૂઆતમાં જામજોધપુર ખાતે બનેલ એક ચોરીના બનાવમાં પોલીસે ચોરને બદલે ગામ લોકોને પરેશાન કરતા જામજોધપુરના સ્થાનિક આગેવાનો તથા ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ઉભો થયેલ હતો. આવા સમય દરમ્યાન તા. 30-10-1990ના રોજ લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા અન્વયે ભારત બંધનું એલાન આપવામાં આવેલ અને બંધના અનુસંધાને જામજોધપુર ગામમાં તોફાન થાય તેવી ભીતિ જણાતા જામનગરના પોલીસ અધિક્ષક શ્રી ટી.એસ. બિસ્ત દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જામનગરના એ.એસ.પી. શ્રી સંજીવકુમાર ભટ્ટની આગેવાનીમાં વધારાની પોલીસ ફોર્સ મોકલી હતી.

એ.એસ.પી. સંજીવકુમાર ભટ્ટની આગેવાનીમાં બંદોબસ્તમાં હાજર રહેલ પોલીસ ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓએ જામજોધપુર ગામમાં લઘુમતી કોમના લોકોની માલમિલ્કતને નુકશાન પહોંચાડવાનો ગુન્હો નોંધી, જામજોધપુરના 133 જેટલા વ્યકિતઓને ટાડાના ગંભીર ગુન્હામાં અટકાયત કર્યા હતા. ઉપરોકત ટાડાના ગુન્હામાં અટક કરાયેલ વ્યકિતઓને પોલીસ દ્વારા બેરહેમીથી માર મારી શારીરીક શ્રમ પહોંચાડવામાં આવ્યુ હતુ. જેમાં પ્રભુદાસ માધવજી વૈષ્નાણીનું તા. 18-11-1990ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ થતા સમગ્ર મામલો સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરમાં તપાસ માટે પહોંચેલ હતો.

આપણ જુઓ………….

પ્રભુદાભાઈનું મૃત્યુ થતા તેના ભાઈ અમૃતભાઈ માધવજી વૈષ્નાણીએ પોતાની ફરીયાદમાં જણાવેલ હતુ કે તા. 30-10-1990ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં જામનગર જિલ્લા ખાતે એ.એસ.પી. તરીકે ફરજ બજાવતા આઈ.પી.એસ સંજીવ રાજેન્દ્ર ભટ્ટ ,સાથે જામનગર જિલ્લામાં પોલીસ સબ-ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા દિપકકુમાર શાહ , શૈલેષકુમાર પંડયા, તથા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણસિંહ જેઠવા ,અનોપસિંહ મહોબતસિંહ જેઠવા ,કેશુભા દોલુભા જાડેજા ફરજ બજાવતા તે દરમિયાન તેઓએ પોતાનો સામાન્ય ગુનાહિત હેતુ પાર પાડવાના હેતુથી અરસપરસ એકબીજાને મદદગારી કરી ગેરકાયદેસરની મંડળી રચી તેમા સભ્ય તરીકે સામેલ થઈ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં અટક કરી લાવેલા પ્રભુદાસ માધવજી વૈષ્નાણી તથા રમેશચંદ્ર વૈષ્નાણીને જામજોધપુર પોલીક કસ્ટડી દરમિયાન લાકડી અને બંદુકના કુંદા અને ઢીકાપાટુનો માર મારી, ભય બતાવી, ફરજીયાત ઉઠબેસ કરાવી,હતી. સાથે જ પીવાનુ પાણી નહી આપી અને તેઓને તાત્કાલીક સારવારમાં પણ નહીં મોકલી તેમજ ધાકધમકી આપી કસ્ટોડીયલ ટોર્ચર કરેલ અને આવા કૃત્યથી તેઓની કીડનીને ગંભીર નુકશાન થાય તે રીતે ઈજાઓ પોલીસ કસ્ટડી દરમ્યાન પહોંચાડેલ અને કોઈને નહિ કહેવાની કે ફરીયાદ નહી કરવાની ધાક-ધમકી આપ્યા હતા..પોલીસના આવા ટોર્ચરને કારણે કૃત્યોથી પ્રભુદાસ માધવજી વૈષ્નાણીનુ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ…અને રમેશચંદ્ર માધવજી વૈષ્નાણીને ઉપરોકત ટોર્ચરના કારણે કીડનીમાં ગંભીર ઈજાઓ થતા તહોમતદારો સામે એફ.આઈ.આર. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.

પોલીસ અમલદારો સામે ગુન્હો નોંધાતા સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર દ્વારા તપાસનો દોર ધમધમાટ ચલાવવામાં આવેલ અને તપાસ દરમ્યાન ઈજા પામનાર વ્યકિતઓના નિવેદનો તેમજ ગુજરનારે જે તે સમયે હોસ્પીટલમાં સારવાર લીધેલ હોય તે સારવાર સંબંધેના તમામ દસ્તાવેજો તથા તબીબી અભિપ્રાયો અને પોસ્ટમોર્ટમના રીપોર્ટો મેળવવામાં આવ્યા હતા…પાસ્ટમાર્ટમ રિપોર્ટમાં ગુજરનારનું મૃત્યુ પોલીસ અમલદારો દ્વારા ગુજારવામાં આવેલ અમાનુષી ત્રાસ અને હાનીને કારણે થયેલ હોવાનું જણાય આવેલ હતું.

આપણ જુઓ………….

તે સમયે સી.આઈ.ડી. ક્રાઈમ પોલીસ અધિકારીઓએ ગુન્હો બનતો હોવાથી તમામ આરોપી અમલદારો સામે પ્રોસીકયુશન ચાલુ કરવા માટે સરકારની મંજુરી માંગતી દરખાસ્ત કરેલ હતી. જે દરખાસ્ત જે તે સમયની સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ ન હતી અને તેથી તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો બનતો હોવા છતા સેકશન ન મળેલ હોવાના ટેકનીકલ કારણોસર પોલીસ દ્વારા જામજોધપુરની અદાલતમાં સમરી ફાઈલ કરવામાં આવેલ હતી. જે સમરી સામે ફરીયાદી અમૃતલાલ વૈષ્નાણીએ વાંધો લેતા અદાલત દ્વારા તેમનો વાંધો ગ્રાહ્ય રાખવામાં આવ્યુ , અને પોલીસ અધિકારીના માર મારવાનું કૃત્ય તે ફરજના ભાગરૂપેનું કૃત્ય ન હોવાનું ઠરાવી, સમરી ના મંજુર કરી આરોપીઓ વિરૂદ્ધ કસ્ટોડીયલ ડેથનો કેસ ચલાવવા હુકમ કરેલ હતો, અને તે હુકમ અન્વયે કેસ સેસન્સ અદાલતમાં ટ્રાયલ અર્થે મોકલી આપવામાં આવેલ હતો.

આપણ જુઓ………….

આ કેસ સેશન્સ અદાલતમાં ગયા બાદ આરોપીઓ દ્વારા અનેકવિધ કાયદાકીય અડચણો ઉભી કરવામાં આવેલ અને અસંખ્ય વખત કેસ હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલત સુધી લઈ જવામાં આવેલ હતો. જે તમામ અડચણો દૂર થયા બાદ આરોપીઓ વિરૂદ્ધ ૨૦૧૨ની સાલમાં તહોમતનામુ ઘડવામાં આવેલ અને કેસની ટ્રાયલ શરૂ થયેલ હતી. જે ટ્રાયલ દરમ્યાન પણ આરોપીઓ દ્વારા વિવિધ મુદ્દાઓ પર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી ટ્રાયલ વિલંબમાં નાખવામાં આવેલ હતી. બનાવના આશરે 25 વર્ષ બાદ નોંધાયેલ પુરાવા દરમ્યાન જીવીત મળી આવલે સાહેદો પૈકી પ્રોસીકયુશન દ્વારા કુલ 32 સાહેદોને તપાસવામાં આવલે હતા. આપને જણાવી દઈએ કે પ્રોસીકયુશન દ્વારા તપાસવામાં આવેલ તમામ સાહેદોએ એક સૂરમાં પ્રોસીકયુશનના કેસને સમર્થન આપેલ હતુ અને એક પણ સાહેદ હોસ્ટાઈલ જાહેર થયેલ ન હતા.

આપણ જુઓ………….

આ તમામ પ્રક્રિયા બાદ આરોપી તરફેનો પુરાવો શરૂ થતા આરોપી નં. 3 શૈલેષ લાભશંકર પંડયા એ પોતે સોગંદ ઉપર જુબાની આપેલ અને આરોપી નં. 1 સંજીવ ભટ્ટનાએ પણ એક સાહેદને બચાવના સાહેદ તરીકે તપાસેલ હતા અને વિશેષમાં ત્રણ સાહેદોને કોર્ટ વીટનેશ તરીકે તપાસવામાં આવેલ હતા. ઉપરોકત તમામ સાહેદોની જુબાની નોંધાયા બાદ જામનગરના મુખ્ય જીલ્લા ન્યાયધીશ બી.એમ. વ્યાસે ચુકાદો આપ્યા હતા. આ ચુકાદા બાદ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતભરમાં ભારે ઉત્તેજના ફેલાયેલ છે.