Not Set/ આંખોનાં ઈશારા બાદ પ્રિયા પ્રકાશ વોરિયરનો આ વીડિયો પણ ખૂબ થઇ રહ્યો છે વાયરલ

મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરનો છેલ્લા વર્ષે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જેના આવ્યા બાદ તે મીડિયામાં ઘણી પ્રચલિત થઇ હતી. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી આ એક્ટ્રેસ ફરી પ્રકાશમાં આવી છે. આ વખતે તેણે તેના સમર્થકોના હૃદયને જીતવાની તૈયારી કરી છે. જો કે, પ્રિયા પ્રકાશ વોરિયરે હાલમાં જ સોશિયલ મીડિયા પર […]

Entertainment

મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરનો છેલ્લા વર્ષે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જેના આવ્યા બાદ તે મીડિયામાં ઘણી પ્રચલિત થઇ હતી. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી આ એક્ટ્રેસ ફરી પ્રકાશમાં આવી છે. આ વખતે તેણે તેના સમર્થકોના હૃદયને જીતવાની તૈયારી કરી છે.

જો કે, પ્રિયા પ્રકાશ વોરિયરે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગીત ગાતી દેખાઇ રહી છે. ફિલ્મ ‘ફાઈનલ્સ’માં પ્રિયા પ્રકાશ વોરિયર એક રોમેન્ટિક ગીત ગાતી દેખાશે. જેની જાણકારી તેણે પોતાના ઇસ્ટાગ્રામ પર ફેંસને આપી છે.

https://www.instagram.com/p/By5DNthgVLP/?utm_source=ig_web_copy_link

આ સાથે, પ્રિયા પ્રકાશએ પણ કૅપ્શન શેર કર્યું છે જેમા તેણે લખ્યું છે કે ‘ફાઇનલ્સ’ ફેમિલીનાં ભાગરૂપે, હું પોતાને નસીબદાર ગણું છું. આ પહેલી વાર મેં કોઈ પણ મૂવી માટે ગીત ગાયું છે. આ મારા માટે ખૂબ જ વિશેષ અને અદ્ભુત અનુભવ છે. સાથે તેણે કહ્યુ કે, સંગીત પહેલે થી જ મારી બીજી પસંદગી રહી છે. હું આશા રાખું છું કે તમે બધાને તે ગમશે અને જો કોઈ ભૂલ હોય તો, કૃપા કરીને મને માફ કરજો.

પ્રિયા પ્રકાશ વોરિયર હંમેશાં તેના ફોટા અને વીડિયો વિશે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ વોરિયરે ‘વિંક ગર્લ’ નાં નામ પછી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.