લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટી સંખ્યામાં જનાદેશ મળ્યા બાદ બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને લઇને બિહારનાં મુઝ્ઝફરપુરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, મુઝ્ઝફરપુરનાં જિલ્લાઓમાં ચમકી તાવથી બાળકોની મોતનો આંકડો લગભગ 100થી પણ વધારે થઇ ગયો છે. આટલા મોટા મુદ્દાઓને લઇને સરકાર ચારે દિશાએથી ઘેરાઇ છે. સાથે વિપક્ષનાં નેતા તેજસ્વી યાદવની ચુપ્પી પણ લોકો માટે ચર્ચાનો વિષય બની છે. ત્યારે મુઝ્ઝફરપુરમાં તેજસ્વી યાદવનું પોસ્ટર પણ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચી રહ્યુ છે.
Bihar: Poster announcing a reward of Rs 5100 for the person who finds Tejashwi Yadav, seen in Muzaffarpur. pic.twitter.com/1gO6CUc5J6
— ANI (@ANI) June 21, 2019
તેજસ્વી યાદવનાં આ પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રીય જનતા દલનાં નેતા તેજસ્વી યાદવ વિશે સૂચના આપનારને 5100 રૂપિયાનું ઈનામનું એલાન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, તેજસ્વી યાદવ બિહારમાં વિપક્ષનાં નેતા છે અને છેલ્લા ઘણા દિવસોથી તે ગાયબ છે. તેજસ્વી યાદવ આવી સ્થિતિમાં સામાજીક અને રાજનીતિક રીતે પણ ગાયબ થઇ ગયા છે, જ્યારે બિહાર મોટા સ્વાસ્થ્ય સંકટથી પસાર થઇ રહ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે, ચમકી તાવથી મુઝ્ઝફરપુરમાં જ લગભગ 150 બાળકોની મોત થઇ ચુકી છે. જો કે સરકારી આંકડો લગભગ 120 બતાવે છે.
તેજસ્વી યાદવને લઇને જ્યારે રાજદ નેતા રધુવંશ પ્રસાદ સિંહને પૂછવામાં આવ્યુ હતુ તો તેમણે કહ્યુ હતુ કે, તેમને પણ આ વિશે કોઇ જાણકારી નથી કે તે ક્યા છે, જો કે તેમને એવુ લાગી રહ્યુ છે કે તે હાલમાં વિશ્વકપ જોવા ગયા હોઇ શકે છે. હુ તે પાક્કુ કહી શકતો નથી. ઉલ્લેખનીય છે કે, તેજસ્વી યાદવનું ટ્વીટર એકાઉંન્ટ પર નજર નાખવામાં આવે તો તેમનુ છેલ્લુ ટ્વીટ 11 જૂનનું છે. જેમા તેમણે પોતાના પિતા અને રાજદ સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવને બર્થ ડે વિશ કર્યુ હતુ. આ જ કારણ છે કે સોશિયલ મીડિયામાં પણ તેજસ્વી યાદવને શોધવામાં આવી રહ્યા છે. સાથે લોકો સવાલ કરી રહ્યા છે કે, તેજસ્વી યાદવ વિપક્ષની ભૂમિકા કેમ સંભાળી રહ્યા નથી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
