અમદાવાદ,
રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારનો વરસાદ વરસ્યો. ઉપરાંત અરવલ્લી, છોટાઉદેપુર અને કચ્છમાં પણ મોડી રાતે વરસાદી ઝાપટાં પડ્યા હતા.કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો.
મહત્વનું છે કે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.. અને અમદાવાદ સહિતના ગાંધીનગર, પંચમહાલ, વડોદરા સહિત અને વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં વાદળો છવાયા બાદ વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.આપને જણાવીએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.16 મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યના 66 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં નોંધ્યો છે. પાવી-જેતપુરમાં 102 મી.મી. વરસાદ પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
