Ahmedabad News: આજે દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ (Jagannath Temple Raksha Bandhan) રક્ષાબંધનના પાવન પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પર્વ નિમિત્તે ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.
સુભદ્રાજીએ જગન્નાથજીને બાંધી રાખડી

રક્ષાબંધન પર્વની વિશેષ ધાર્મિક પરંપરા અંતર્ગત બહેન સુભદ્રાજીએ (Subhadra Rakhi) ભાઈ ભગવાન જગન્નાથજીને અને ભાઈ બલભદ્રને રાખડી (Lord Jagannath Rakhi) બાંધી હતી. આ પ્રસંગે ભગવાનને વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ચાંદીની રાખડી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ સુવર્ણ જડિત રાખડી પણ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.
ભાઈની રક્ષા માટે બહેનો કરશે પ્રાર્થના

રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનો પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ મોટી સંખ્યામાં બહેનો અને ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી રક્ષાનું બંધન બાંધશે.
વર્ષોથી ચાલી આવે છે પરંપરા
જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન (Raksha Bandhan 2026) પર્વની આ ધાર્મિક પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સમર્પિત આ પર્વે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીના દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. રક્ષાબંધનના પર્વને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભક્તોએ ભગવાનના દર્શન કરી પરિવારના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રક્ષાબંધન નિમિત્તે મંદિર ખાતે વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજા-અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર સુપરફૂડ મખાના બરફી…રક્ષાબંધને ભાઈ-બહેનના સંબંધોમાં મીઠાશ ઘોળતું વ્યંજન..!
આ પણ વાંચો: રક્ષાબંધન પર બનાવો ખજૂરના હૅલ્ધી પેંડા…એ પણ ખાંડ વિના…સૌને ઇમ્પ્રેસ કરી દો!
આ પણ વાંચો: ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક : દેશભરમાં 25 હજારથી વધુ GDS ભરતી, ગુજરાતમાં 499 જગ્યા
