Lifestyle/ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર સુપરફૂડ મખાના બરફી…રક્ષાબંધને ભાઈ-બહેનના સંબંધોમાં મીઠાશ ઘોળતું વ્યંજન..!

નકલી માવા અને પનીરના સમાચારો સુર્ખીઓમાં છે ત્યારે તમે બજારમાંથી ભેળસેળની આશંકાયુક્ત મીઠાઈઓ લાવવાના બદલે Makhana Barfi ઘરે જ બનાવી…

Trending Food Health & Fitness Lifestyle
Makhana Barfi...આ રક્ષાબંધને સ્વાસ્થ્ય અને સ્વાદનો સંગમ..!

Lifestyle: રક્ષાબંધન ભાઈ-બહેનના સંબંધોમાં મીઠાશ (Brother-Sister Love) ઘોળવાનો અને પરિવારમાં આનંદ-પ્રમોદ કરવાનો અવસર હોય છે. આ ખાસ દિવસે ઘરમાં અનેકવિધ વાનગીઓ અને વ્યંજનો બનાવવામાં આવે છે. મખાના ચાટ, રાયતા અને ખીર જેવી ટેસ્ટી રેસિપી ઉપરાંત મખાના બરફી (Makhana Barfi) એક અનોખી વાનગી છે જેને તમે આ તહેવારે બનાવી શકો છો. પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર સુપરફૂડ મખાનાને તમે આહારમાં અલગ-અલગ રીતે સામેલ કરી શકો છો.

ખાસ કરીને જ્યારે ઘરે મહેમાનો (Guests) આવવાના હોય ત્યારે કશુંક એવું બનાવવાનું મન થઇ જાય છે કે જે સ્વાદિષ્ટ હોવા સાથે કંઇક ‘હટ કે’ હોય! હાલ નકલી માવા અને પનીર (Alterated Mawa & Paneer)ના સમાચારો સુર્ખીઓમાં છે ત્યારે તમે બજારમાંથી ખાંડની બનેલી ભેળસેળની આશંકાયુક્ત મીઠાઈઓ લાવવાના બદલે મખાનાની બરફી (Makhana Barfi) ઘરે જ બનાવી શકો છો.

મખાના ના સ્વાસ્થલાભ

ભારતભરમાં પરંપરાગત રીતે ખાવામાં આવતા મખાના આજે સમગ્ર દુનિયામાં એક હૅલ્ધી સ્નૅક (Healthy Snack)ના સ્વરુપે લોકપ્રિય બની ચૂક્યું છે. આ સુપરફૂડ ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મખાના અર્થાત્ ફોક્સ નટ (Fox Nut) પ્રોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જે, આપણા શરીરને બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂ (Nutritional Value)માં છુપાયેલું છે. એમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર છે.

Superfood Makhana

આજના સમયમાં હેલ્થ પ્રત્યે સભાન લોકોમાં મખાના (Makhana) ખૂબ જ લોકપ્રિય આહાર બની રહ્યા છે.વજન નિયંત્રણમાં રાખવા અને શરીરને પૂરતું પોષણ આપવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.મખાના માત્ર વજનમાં હળવા અને પચી જાય તેવા જ નથી,પરંતુ તેમાં પ્રોટીન,ફાઇબર,કેલ્શિયમ,મેગ્નેશિયમ,પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજો ભરપૂર માત્રામાં જોવા મળે છે.કેલરી અને ચરબી ઓછી હોવાને કારણે ડાયેટિશિયન્સ પણ તેને સંતુલિત આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો ચાલો ભાઈ માટે આ વખતે થઈ જાય મખાના બરફી!

શી રીતે બનાવશો મખાના બરફી? (Makhana Barfi Recipe)

મખાના બરફી (Makhana Barfi) બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 મોટો બાઉલ મખાના

10-12 બદામ

10-12 કાજુ

2-3 ચમચી કોપરાનું છીણ

1 બાઉલ મિલ્ક પાવડર

2 બાઉલ ખાંડ

1 બાઉલ પાણી

2-3 ચમચી દેશી ઘી

2-3 ચમચી પિસ્તાની કતરણ

Makhana Barfi

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક કડાઈમાં ઘી ઉમેરો અને એમાં મખાનાને શેકી લો. એને સતત હલાવતા રહીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા.

2. આ જ રીતે ઘીમાં બદામ, કાજુ પણ સાંતળી લેવા.

3. આ સામગ્રી ઠંડી થાય પછી એને મિક્ષ્ચરમાં પીસી લેવું.

4. હવે શેકેલા કોપરાનું છીણ ઉમેરો.

5. એક કડાઈમાં ખાંડ અને પાણીનું મિશ્રણ ઉકાળવા મૂકો. 2 તાર બને ત્યાં સુધી ચાસણીને ઉકાળવી.

6. ગૅસ બંધ કરીને શેકીને પીસેલા મિશ્રણને ધીમે-ધીમે ઉમેરો અને પછી મિલ્ક પાવડર અને ઘી ઉમેરીને ઝડપથી મિક્સ કરી લો.

7. હવે અગાઉથી ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં મિશ્રણ ફેલાવી દો. એના પર પિસ્તાની કતરણથી સજાવી લો. સહેજ દબાવી દેવી.

મિશ્રણ ઠંડુ થાય પછી એને મનપસંદ આકારમાં કાપી લો. તૈયાર છે તમારી મખાનાની બરફી….આ હૅલ્ધી બરફીને તમે તમારા ભાઈ માટે અને મહેમાનો માટે આ રક્ષાબંધન પર અવશ્ય બનાવો.


આ પણ વાંચો: રક્ષાબંધન પર બનાવો ખજૂરના હૅલ્ધી પેંડા…એ પણ ખાંડ વિના…સૌને ઇમ્પ્રેસ કરી દો!

આ પણ વાંચો: રક્ષાબંધનને ગણતરીના કલાકો…ઝટપટ બનાવો બ્રેડ ગુલાબ જાંબુ…મીઠી મધુરી સરળ મીઠાઈ..!

આ પણ વાંચો: તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!