Not Set/ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવા મક્કમ,સાસંદોની મીટીંગમાં પણ જીદ પર અડગ રહ્યાં

  દિલ્હી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી પાર્ટી પ્રેસીડન્ટ રાહુલ ગાંધી તેમનું પદ છોડવા માટે મક્કમ છે.રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિગ કમિટીની મીટીંગમાં પાર્ટી પ્રેસીડન્ટ તરીકે રાજીનામુ આપવાની ઓફર કર્યા પછી તે ટસના મસ થયા નથી. બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતા નીચે થઈ હતી. આ બેઠકમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ […]

Top Stories

 

દિલ્હી

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી પાર્ટી પ્રેસીડન્ટ રાહુલ ગાંધી તેમનું પદ છોડવા માટે મક્કમ છે.રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિગ કમિટીની મીટીંગમાં પાર્ટી પ્રેસીડન્ટ તરીકે રાજીનામુ આપવાની ઓફર કર્યા પછી તે ટસના મસ થયા નથી.

બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતા નીચે થઈ હતી. આ બેઠકમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની વાત પર અડગ રહ્યાં હતા.આ  મીટીંગમાં કોંગ્રેસના 51 સાંસદ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે મનાવી શક્યા નથી. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને કહ્યું છે કે, તેઓ અધ્યક્ષ નહીં રહેવા માંગતા નથી.

રાહુલ ગાંધીને મનાવવા માટે કોંગ્રેસના કાર્યકરોથી લઇને નેતાઓ પ્રયત્ન કરી રહ્યાં છે.કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી પ્રેસીડન્ટ તરીકે ચાલુ રહે તેવી સૌની ઇચ્છા છે.

 

કોંગ્રેસ સાંસદ શશિ થરુર અને મનીષ તિવારીએ પણ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર રહેવાની તરફેણ કરતા કહ્યું છે કે, લોકસભામાં કોંગ્રેસની હારની તમારી માત્ર જવાબદારી નથી, તે સામૂહિક જવાબદારી છે.

 

આ દરમિયાન યુથ કોંગ્રેસના સભ્યોએ પણ  રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર ભેગા થઇને તેમણે પાર્ટીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા અપીલ કરી હતી.

જો કે અનેક પ્રયત્નો છતાં રાહુલ ગાંધી પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવા મક્કમ છે તેવું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 52 સીટ પર જીત મેળવી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત 51 સાંસદ હાજર રહ્યા હતા.