ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ઘણી ધમાલ કરી રહી છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી અક્ષરા સિંહનો એક વીડિયો હાલમાં ઘણો વાયરલ થયો છે. આ વીડિયોમાં અક્ષરા સિંહ અરશદ વારસીનાં ગીત ‘આંખ મારે’ પર ટિક ટોક વીડિયો બનાવતી નજર આવી રહી છે. વીડિયોમાં તેના ચહેરાનાં હાવભાવ દેખવા લાયક છે. અક્ષરા સિંહનો આ વીડિયો તેના ફેન પેઝ પર શેર થયો છે, જે ઘણો લાઇમ લાઇટમાં આવ્યો છે. અક્ષરા સિંહનાં આ ટિકટોક વીડિયોમાં તેના હાવભાવની સાથે તેનો લુક પણ ઘણો જબરદસ્ત લાગી રહ્યો છે.
https://www.instagram.com/p/BzDtwROFBE_/?utm_source=ig_web_copy_link
ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં અક્ષરા સિંહ લાલ સાડી અને માંથા પર બિંદી લગાયેલી દેખાઇ રહી છે. ગળામાં મંગળસૂત્ર પહેરી એક સુહાગનનાં રૂપમાં નજર આવતી અક્ષરા સિંહનો લુક તેમા ઘણો સુંદર લાગી રહ્યો છે. તેના વીડિયોને જોઇ એવુ લાગે છે કે અક્ષરા સિંહ શૂટિંગની વચ્ચે ટાઇમ મળતા જ પોતાની ટિકટોક વીડિયો તૈયાર કરી છે.
અક્ષરા સિંહને તેની એક્ટિંગની સાથે તેની શાનદાર સિંગિગ માટે પણ જાણવામાં આવે છે. થોડા સમય પહેલા અક્ષરા સિંહ અને ભોજપુરી સિનેમાની અન્ય લોકપ્રિય એક્ટ્રેસ આમ્રપાલી દૂબેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
