Not Set/ ન્યૂ ઈંન્ડિયામાં હુમલાખોરો બન્યા દબંગ, કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીને સરેઆમ ગોળીઓ મારી કરી હત્યા

હરિયાણાનાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની સરેઆમ હત્યા કરી દેવામાં આવી છે. ફરીદાબાદનાં સેક્ટર 9માં હુમલાખોરોએ વિકાસ ચૌધરી પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી, જેના કારણે તેમની મોત થઇ ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલા બાદ વિકાસ ચૌધરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યા સારવાર દરમિયાન તેમની મોત થઇ ગઇ હતી. Haryana: Congress leader Vikas […]

Top Stories India

હરિયાણાનાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની સરેઆમ હત્યા કરી દેવામાં આવી છે. ફરીદાબાદનાં સેક્ટર 9માં હુમલાખોરોએ વિકાસ ચૌધરી પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી, જેના કારણે તેમની મોત થઇ ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલા બાદ વિકાસ ચૌધરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યા સારવાર દરમિયાન તેમની મોત થઇ ગઇ હતી.

સુત્રોનું કહેવુ છે કે, બે લોકોએ મળીને વિકાસ ચૌધરી પર તાબડતોડ ગોળીઓ ચલાવી હતી. આ ઘટના તે સમયે થઇ જ્યારે વિકાસ ચૌધરી પોતાની કારથી જિમ જઇ રહ્યા હતા. જેવા વિકાસ ચૌધરી જિમ જવા પોતાની કારથી ઉતર્યા કે તુરંત જ હુમલાખોરોએ ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. મળી રહેલી જાણકારી મુજબ પોલીસ મામલાની તપાસમાં લાગી ગઇ છે અને સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોની શૌધ કરી રહી છે. વળી આ મામલે હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે, આ જંગલ રાજ છે, જ્યા કાયદાનો ડર જ નથી રહ્યો. તેમણે વધુમાં કહ્યુ કે, આવો જ એક મામલો કાલે સામે આવ્યો હતો, જ્યા છેડતીનો વિરોધ કરનાર મહિલાને ચપ્પાનાં ઘા મારી દેવામાં આવ્યા હતા. આ મામલે તપાસ થવી જોઇએ.

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આ મામલે પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે મુજબ ઘટના સવારે 9 વાગ્યાની છે. ફૂટેજમાં બે હુમલાખોરો વિકાસ ચૌધરી પર ગોળીઓ ચલાવતા દેખાઇ રહ્યા છે. વિકાસ ચૌધરી પર 10 થી 12 ગોળીઓ ચલાવવામાં આવી હતી. બંન્ને હુમલાખોરો એક સફેદ કારમાં આવી હતી. પોલીસે હવે પોતાના ચક્રો ગતિમાન કરતા તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.