લોકસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસના નેતાઓના રાજીનામાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે ગુજરાત AICCના જનરલ સેક્રેટરી દિપક બાબરિયાએ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસમાં આમતો હાર બાદ રાજીનામાની સીઝન ફૂલ બહારમાં ખિલી હોય તેમ એક બાદ એક રાજીનામાં આવી રહ્યા છે. ભાજપનાં એક નેતા કૈલાશ વિજયવર્ગી દ્રારા તો કોંગ્રેસનું નામ INC એટલે ઇસ્તીફા નેશનલ કોંગ્રેસ જાહેર કરી દેવામા આવ્યું છે.
ચૂંટણીમાં કોગ્રેસને મળેલી કારમી હાર બાદ એક બાદ એક કોંગ્રેસનાં નેતાઓ રાજીનામાં આપી રહ્યાં છે, ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યુ છે ત્યારે AICC નાં જનરલ સેક્રેટરી દિપક બાબરિયાએ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યુ છે. રાહુલ ગાંધીએ જે પ્રમાણે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની વાત કરી છે. ત્યારે દિપક બાબરીયાએ પણ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યુ છે. તેમનાં જણાવ્યા અનુસાર કોંગ્રેસમાં વ્યક્તિ અને વ્યવસ્થા બન્નેમાં પરીવર્તનની જરૂર છે. અને ગુજરાતમાં પણ કોંગ્રેસની હારની જવાબદારી આગેવાનોએ લેવી જોઇયે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
