સિદ્ધાર્થ મલહોત્રા અને પરિણીતિ ચોપડાની ફિલ્મ Jabariya Jodiનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ પહેલા ગઇ કાલે રવિવારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના ઈંસ્ટાગ્રામ પર તેની આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ હતુ.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ જ્યારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જબરિયા જોડીનું મોશન પોસ્ટર અને ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યુ હતુ. જેમા તેણે કેપ્શન પણ શેર કર્યુ હતુ. જેમા તેણે લખ્યુ હતુ કે, એક જબરદસ્ત જોડી, એક ધમાકેદાર સ્ટોરી અને એક દિન. કાલે જબરિયા જોડીનું ટ્રેલર રિલીઝ થવાનું છે બન્યા રહો. ટ્રકની પાછળ લખ્યુ છે કે, સરપ્રાઇઝ પાર્ટી સાંભળી છે, આ સરપ્રાઇઝ લગ્ન છે. જેવુ સિદ્ધાર્થે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટર શેર કર્યુ તેના ફેન્સ લાઇક્સ અને કોમેન્ટ્સ દ્વારા તેને અભિનંદન પાઠવવા લાગ્યા.
https://www.instagram.com/p/BzXa7KRnb4p/?utm_source=ig_web_copy_link
કેરિયર અને પર્સનલ લાઇફની વાત કરીએ તો હાલમાં મીડિયા સમાચારો મુજબ તારા સુતારિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરવાની વાતો સામે આવી હતી પરંતુ જ્યારે તારા સુતરિયાએ આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે આ વાતને નકારી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
