અમદાવાદ,
આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રા સાવારે 7 વાગ્યે જમાલપુર નીજ મંદિરેથી નીકળી ચુકી છે. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
ભગવાન જગન્નાથને ‘નંદીઘોષ’ નામના રથમાં, બહેન સુભદ્રાને ‘કલ્પધ્વજ’ અને ભાઈ બળભદ્રને ‘તાલધ્વજ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
Gujarat CM Vijay Rupani and Deputy CM Nitinbhai Patel offered prayers at the Jagannath Temple in Ahmedabad on the occasion of Jagannath Rath Yatra. #RathYatra2019 pic.twitter.com/y2ZduCHhuK
— ANI (@ANI) July 4, 2019
જય જગન્નાથના નાદ સાથે ધામધૂમથી 142મી રથયાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો.જમાલપુરના જગન્નાથજીના નીજ મંદિરે સીએમ રૂપાણીનું આગમન થયું.રથના પ્રસ્થાન પહેલા સીએમ રૂપાણીએ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની પહિંદવિધી કરાવીસીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો.બાદમાં સીએમ રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરાવી.
![]()
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
