માત્ર 9 વર્ષનો હતો, જ્યારે 11 કિલો વોટની લાઇનથી લાગેલા તીવ્ર કરંટથી તેના શરીરને ઘણા ભાગો બળી ગયા હતા. આ અકસ્માતમાં મિત (નામ બદલ્યું છે) નું પિનીસ (લિંગ) પણ ગંભીર રીતે બળી ગયું હતું.
આ ઘટના મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના નાના ગામની છે. પોતાની જનેન્દ્રિય બળી જવાને કારણે મિત વારંવાર તેની પબ્લિક સ્કુલમાં ટોયલેટ જવાથી બચતો હતો. તે એકલામાં રડવા મજબૂર થઇ જતો.કારણ કે ગામના ઘણા લોકોએ તેના પર કિન્નર હોવા આક્ષેપ લગાવ્યો હતો.
જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ, તેમ તેના લઈને પરિવારની ચિંતામાં રહેતો હતો કે મિતનું જીવન કેવી રીતે ટ્રેક પર પાછું આવશે.શરીરનું મહત્વનું અંગ જ નહીં હોવાથી તે નોર્મલ લાઈફ કેવી રીતે વિતાવશે તેની ચિંતા પરિવારને રહેતી.
પરંતુ હવે 25 વર્ષીય મિત માટે જીવન પહેલા કરતાં વધુ ખુશ છે.વડોદરામાં આઠ કલાકની સર્જીરી પછી ડોક્ટરોએ ફરીથી મિતના શિશ્નને પાછું તેના મૂળ સ્થાને ગોઠવી દીધું છે.પ્લાસ્ટિક સર્જન ડૉ. સુમ્યા નાયક કહે છે, “અમે મિતના હાથના ટીસ્યુથી માઈક્રોવૈસ્કુલર પીનાઈલ રિકન્સ્ટ્રકશન દ્વારા પિનીસનું પુનનિર્મિત કર્યું. અમે તેના હાથના ભાગના ટીસ્યુ નીકાળી અને ટ્યુબ ટેકનિક દ્વારા પિનીસને ફરી બનાવ્યું છે
ડૉ. નાયક કહે છે, “શિશ્નમાં એક ધમની અને બે નસો સહિત રક્તને પ્રસારિત થતી ત્રણ નસો, ઉમેરવામાં આવી છે, જે સંવેદનશીલતાને પુનઃસ્થાપિત કરી શકે છે. સર્જિકલ માઇક્રોસ્કોપ દ્વારા આ સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. સંવેદનશીલતાની અનુભૂતિ પછી તરત દર્દીને છૂટા કરવામાં આવશે.
ડૉ. નાયકે કહ્યું, “દોઢ વર્ષ પછી બીજી તબક્કાની સર્જરી કરવામાં આવશે.એ પછી દર્દીનું પિનીસ 100 ટકા કામ કરવાનું શરૂ કરશે.
“મિત કહે છે, આ મારા માટે ચમત્કાર કરતા ઓછું નથી. મારા બાળપણમાં હું સતત હતાશામાં હતો હું અન્ય છોકરાઓની જેમ ઊભા રહી શકતો ન હતો અને પેશાબ પણ વ્યવસ્થિત નહોતો કરી શકતો.જો હું આમ કરું તો મારા કપડાં ભીના થઈ જતા હતા.. રોજિંદા પ્રવૃત્તિઓમાં પણ મને ઘણી શરમ લાગતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
