Not Set/ છોટા ઉદેપુરનાં કોઝવે પરથી દાદી-પૌત્ર તણાયા, પૌત્રનો બચાવ – દાદી લાપતા

છોટા ઉદેપુરમાં ભારે વરસાદીનાં પગલે નદી – નાળા બેં કાંઠે વહી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુરનાં ગોખા કોતર કોઝવેમાં વૃધ્ધા તણાયાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. છોટા ઉદેપુર નાં હરિપુરા – કલારાણી વચ્ચે આવેલા ગોખા કોતર કોઝવે ભારે વરસાદનાં પગલે ઓવરફ્લો થઇ રહ્યો છે. કોઝવે પર પાણીનો પ્રવાહ ધસમસતો હોવાના કારણે લોકોને કોઝવે પરથી પસાર […]

Top Stories Gujarat Others

છોટા ઉદેપુરમાં ભારે વરસાદીનાં પગલે નદી – નાળા બેં કાંઠે વહી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુરનાં ગોખા કોતર કોઝવેમાં વૃધ્ધા તણાયાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. છોટા ઉદેપુર નાં હરિપુરા – કલારાણી વચ્ચે આવેલા ગોખા કોતર કોઝવે ભારે વરસાદનાં પગલે ઓવરફ્લો થઇ રહ્યો છે. કોઝવે પર પાણીનો પ્રવાહ ધસમસતો હોવાના કારણે લોકોને કોઝવે પરથી પસાર થવુ તે જાનનું જોખમ થઇ જાય છે અને કાઇંક આવુ જ ઘટ્યું આ દાદી અને દિકરા સાથે.

છોટાઉદેપુર પાસે કોઝવે પરથી પસાર થતા દાદી અને પૌત્રી તણાયા હોવાની ઘટના સામે આવી. જોકે સ્થાનિકોએ પૌત્રીને બચાવી લીધી પરંતુ ધસમસતા પ્રવાહમાં વૃદ્ધા કોતરના પાણીમાં લાપતા થયા છે. તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.  હરિપુરા – કલારાણી વચ્ચે આવેલા ગોખા કોતર કોઝવે પર ગત મોડી સાંજે આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી. ભારે વરસાદના પગલે કોઝવે પરથી પાણી પૂર પ્રવાહ સાથે વહી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.