અમદાવાદ,
અમદાવાદમાં રૂપિયાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જો કે પોલિસે વેપારીનું અપહરણ કરનાર પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.
મળતી વિગતો પ્રમાણે મુંબઇમાં રહેતા વેપારી ભુપેન્દ્ર મજીઠિયાએ આપેલી પોલિસ ફરિયાદ પ્રમાણે તેમનું કેટલીક વ્યક્તિઓએ અપહરણ કરીને તેમને કેટલાંક દિવસો સુધી ગોંધી રાખીને માર માર્યો હતો.
પોલિસ તપાસમાં સામે આવ્યા પ્રમાણે ભુપેન્દ્રભાઇએ અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સોના ચાંદીના વેપારી જયદીપ ઠક્કર સાથે 1.32 કરોડનો બીઝનેસ કર્યો હતો.આમાં ભુપેન્દ્ર ભાઇને વેપારીઓને પૈસા ચુકાવવાના થતા હતા.
ભુપેન્દ્રભાઇ રીક્ષામાં બેસીને અમદાવાદ એરપોર્ટ તરફ જઇ રહ્યા હતા ત્યારે કેટલીક વ્યક્તિઓએ કારમાં તેમને જબરદસ્તી બેસાડી તેમનું અપહરણ કર્યું હતું.ભુપેન્દ્રભાઇનું અપહરણ કરીને તેમને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ફાર્મહાઉસમાં લઇ જવામાં આવ્યા હતા,ત્યારબાદ તેમને ધોળકા લઇ જવામાં આવ્યા હતા.અહીં તેમની સાથે ધમકી આપીને મારપીટ પણ કરવામાં આવી હતી.
આમ જુદી જુદી જગ્યાએ ગોંધીને ભુપેન્દ્રભાઇ પાસેથી કુલ 4.32 કરોડ રૂપિયાના ચેક લખાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને એરપોર્ટ પર છોડી મુકવામાં આવ્યા હતા.
ભુપેન્દ્રભાઇની ફરિયાદના આધારે પોલિસે ચિંતન પટેલ,રાજ પટેલ, સાવન પટેલ, નિકુંજ પટેલ અને જૈનિશ પટેલની ધરપકડ કરી છે,જ્યારે જયદીપ ઠક્કર અને પારસ ત્રિવેદી સિવાય બીજા આરોપીઓની ધરપકડ કરવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
