Not Set/ અરવલ્લીઃ ભિલોડા માં ધોધમાર વરસાદ યાત્રાધામ શામળાજી માં પણ પવન સાથે વરસાદ

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો ભિલોડા અને મોડાસાના દધાલિયા જંબુસરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ટૂંકા વિરામ બાદ ફરીથી મેઘસવારી આવી પહોંચતા રોડ પર પાણી ફરી વળ્યા. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદની જો વાત કરીએ તો મોડાસામાં 42 મીમી, […]

Gujarat Others
અરવલ્લી,

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો ભિલોડા અને મોડાસાના દધાલિયા જંબુસરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ટૂંકા વિરામ બાદ ફરીથી મેઘસવારી આવી પહોંચતા રોડ પર પાણી ફરી વળ્યા.

જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદની જો વાત કરીએ તો મોડાસામાં 42 મીમી, ભિલોડામાં 11 મીમી, માલપુરમાં 40 મીમી વરસાદ નોંધાવા પામ્યો છે.ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવક થઈ છે. માજુમ ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.