Not Set/ કર્ણાટકનું રાજકીય કોકડું વધું ગૂંચવાયું, 31 મંત્રીનાં સરકારને “ટાટા-બાય બાય”

કર્ણાટકનું રાજકીય કોકડું વધુ ગૂંચવાયું છે. ભારે રાજકીય ઉથલપાથલથી કર્ણાટક સરકારમાં ભારે વિનાસક ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકીય ભૂકંપ એવો તો તિવ્ર લાગી રહ્યો છે કે લાગે છે કુમારસ્વામી સરકારને પત્તાનાં મહેલની જેમ પતન કરશે. જી હા રાજીનામા આપવાનો દોર કર્ણાટક સરકારમાં વણથંભ્યો ચાલી રહ્યો હોય તેમ પૂર્વે આપવામા આવેલા રાજીનામામાં વધુ વધારો […]

Top Stories India

કર્ણાટકનું રાજકીય કોકડું વધુ ગૂંચવાયું છે. ભારે રાજકીય ઉથલપાથલથી કર્ણાટક સરકારમાં ભારે વિનાસક ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકીય ભૂકંપ એવો તો તિવ્ર લાગી રહ્યો છે કે લાગે છે કુમારસ્વામી સરકારને પત્તાનાં મહેલની જેમ પતન કરશે. જી હા રાજીનામા આપવાનો દોર કર્ણાટક સરકારમાં વણથંભ્યો ચાલી રહ્યો હોય તેમ પૂર્વે આપવામા આવેલા રાજીનામામાં વધુ વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા આંકડા પ્રમાણે સરકારના 31 મંત્રીઓએ ટપોટપ રાજીનામા સોંપી દીધા છે. કોંગ્રેસના 21, જેડીએસના 9 અને અપક્ષના 1 મંત્રીએ રાજીનામું આપવાથી કુમારસ્વામી સરકાર પર ચિંતાના ઘેરા વાદળો છવાઈ ગયા છે.

આટલા વ્યાપક પ્રમાણમાં રાજીનામા આપી દેવામા આવ્યા છતા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જે પ્રકારે નિવેદન કરી રહ્યા છે તેના પરથી તો આવું પ્રતિત થઇ રહ્યું છે કે કશું થયું જ નથી અને આત્યારે પણ દરેક પ્રકારનો કન્ટ્રોલ કુમારસ્વામીનાં હાથમાં જ છે. CM કુમારસ્વામી હજી પણ કહી રહ્યા છે કે આ રાજીનામાથી સરકારને કોઈ જ ભય નથી. સ્વામીનું કહેવું છે કે તે તમામ મંત્રીઓ સાથે વાતચીત કરી સમસ્યાનું ટૂંક જ સમયમાં નિરાકરણ લાવી દેશે.

આપને જણાવી દઇએ કે રવિવારે એક જ સાથે 13 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા તો તે સંખ્યામાં સામવારે વધારો થતા આંકડો 31 પર પહોંચી ગયો છે. સોમવારે 1 અપક્ષ અને કોંગ્રેસના 8 મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા અને હવે સાંજ પડતા પડતા જેડીએસના પણ 9 મંત્રીઓએ પાર્ટીને રાજીનામા સોંપી દીધા છે. આ શીલશીલાની શરુઆત ત્યારે થઇ જ્યારે નાગેશ દ્રારા રાજીનામું આપવાની શરુઆત કરવામા આવી હતી. નાગેશનો તાજેતરમાં જ લઘુ ઉદ્યોગ મંત્રી તરીકે મંત્રિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે સોમવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ ઘટનાક્રમ બાદ હવે કર્ણાટક સરકારનો સાથ છોડનારા ધારાસભ્યોની સંખ્યા 14 થઈ ગઈ હતા જે હાલ 31 પર પહોંચી છે. જેના કારણે સરકાર લઘુમતીમાં આ‌વતી જોવા મળી રહી છે.

કર્ણાટકની રાજકીય પરિસ્થિતિનો મેળવો પરિચય, આપણ જુઓ……..

હાલની સ્થિતિને જોતા કર્ણાટકનું રાજકીય ગણીત માંડવામા આવે તો, આ રાજીનામાં પછી વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસ સત્તારૂઢ ગઠબંધન પાસે ધારાસભ્યોની કુલ સંખ્યા 104 થઈ જશે. જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપ પાસે વિધાનસભામાં કુલ 105 સભ્યો છે. તેથી સ્વાભાવિક છે કે આ બદલતા સમીકરણોને કારણે ભાજપ અહીં પોતાની સરકાર બનાવવાની કોશિશ કરશે. આવી પરીસ્થિતિમાં અગાઉની જેમજ કર્ણાટકના ગુજરાતી ગવર્નર વજુભાઇ વાળાની ભૂમીકા મહત્વની રહેશે.

કર્ણાટકની રાજકીય પરિસ્થિતિનો મેળવો પરિચય, આપણ જુઓ……..

તો સાથે સાથે કર્ણાટકનાં તમામ નારાજ ધારાસભ્યો જે મુંબઇ હતા તેેેમણે પોતાનું સરનામુ બદલતા મુંબઇ છોડી દીધુ છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ કર્ણાટકનાં મુંબઇ રહેલા ધારાસભ્યો ગોવા જવા માટે રવાના થઇ ગયા છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.