દેશમાં વિકાસની સતત હરણફાળ ભરતા ગુજરાતમાં કુપોષણના દુષણને નાબુદ કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે અને અમલી પણ કરવામાં આવી છે. ત્યારહે રાજ્યમાં 1.42 લાખ બાળકો કુપોષિત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પછાત ગણાતા દાહોદમાં સૌથી વધારે 14191 અને પોરબંદરમાં સૌથી ઓછા 469 બાળકો કુપોષણથી પીડાય છે.

જ્યારે રાજ્યની આર્થિક રાજધાની મનાતા અમદાવાદમાં પણ 1925 બાળકો કુપોષણથી પીડાય છે. દેશનાં વિકાસનાં મોડલ રુપ રાજ્યાનાં મહાનગરોમાં સુરતમાં 5318, રાજકોટમાં 3021 અને વડોદરામાં 6164 બાળકો કુપોષણનો શિકાર છે. આવી જ રીતે રાજ્યનાં અનેક જીલ્લા જેવા કે નર્મદામાં 12673, સાબરકાંઠામાં 7797, ભાવનગરમાં 7041, છોટાઉદેપુરમાં 7031 અને ખેડામાં 7021 બાળકો કુપોષણથી પીડાય રહ્યાં છે.

રાજ્ય સરકાર દ્રારા કુપોષણને ડામવા માટે લાખો-કરોડોનાં ખર્ચે અનેક યોજનાઓ અમલી કરવામા આવે છે. ત્યારે આ યોજનાઓ છતા પણ રાજ્યમાં કુપોષણનાં આંકડા કઇક અલગ જ કહાની કહી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્રારા જો આટલી સરસ અને વ્યાપક યોજના કુપોષણને ડામવા માટે ચલાવવામા આવી રહી છે ત્યારે આ આંકડાથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે કુપોષણને ડામવા માટે લખલૂંટ ખર્ચ કરી ચલાવવામા આવતી યોજનાથી આખરે કોણ પોષિત થાય છે? કુપોષણને પણ પોષણનું હથિયાર બનાવી દેવામા આવ્યું છે?
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
