ભાજપનું સભ્ય વધારા અભિયાન હાલ પૂર જોશમાં દેશભરમાં ચાલી રહ્યુ છે ત્યારે ગાંધીનાં ગુજરાતમાં અને ગાંધીનાં જ જન્મ સ્થળ એવા પોરબંદરમાંંથી, શાસક પક્ષ ભાજપનો જીલ્લા મંત્રી દારુ સાથે ઝડપાયો છે. ભાજપનો જીલ્લા મંત્રી દારુ સાથે ઝડપાતા, સર્વત્ર ચર્ચા થઇ રહી છે કે ભાજપને સભ્યો વધારા અભિયાનની સાથે સાથે સભ્ય સુઘારા અભિયાન પણ ચલાવવું જોઇએ. જ્યારે ગાંધીનાં ગુજરાતમાં અને ગાંધીજીનાં જ જન્મ સ્થળ પર જો શાસક પક્ષનાં જીલ્લા કક્ષાનાં હોદેદોરો દારુ સાથે ઝડપાય તો તે ભાજપ માટે નાલેશી નોતરતી ઘટના છે.

વાત જાણે એમ છે કે પોરબંદર જિલ્લા યુવા ભાજપ મંત્રી દારૂ સાથે ઝડપાયો છે. નેતાજી પાસેથી એક બે નહી પરંતુ 1 ડઝન દારૂની બોટલો મળી આવતાપોલીસે અટકાયત કરી હતી. જય મોઢવાડીયા નામના યુવકના ઘરે પોલીસે બાતમીનાં આધારે રેડ કરતા આ કારનામું સામે આવ્યું છે. ત્યારે નેતાજી પોતાનાં પિવા માટે આ દારુનો આટલો મોટો જથ્થો ઘર પર રાખ્યો હતો કે પછી નોતાજી દારુનો વેપલો ચલાવી રહ્યા હતા તે મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
