Not Set/ #કોરોનાસામેલડાઇ/ અમદાવાદ જિલ્લા પંચાયતમાં લગાવવામાં આવ્યું નવુ થર્મલ સ્ક્રિનીંગ મશીન

અમદાવાદમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓનો આંક 4 હજારને પાર પહોંચી ગયો છે ત્યારે કોરોનાં વાયરસથી બચવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આ જ  કારણથી હવે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા નવુ થર્મલ સ્ક્રિનીંગ મશીન લગાવવામાં આવ્યુ છે. જેથી જિલ્લા પંચાયતમાં આવતા તમામ કર્મીઓનું થર્મલ સ્કેનીંગ કરી શકાય. આ મશીન કેવી રીતે કામ કરશે અને શુ છે […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓનો આંક 4 હજારને પાર પહોંચી ગયો છે ત્યારે કોરોનાં વાયરસથી બચવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આ જ  કારણથી હવે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા નવુ થર્મલ સ્ક્રિનીંગ મશીન લગાવવામાં આવ્યુ છે. જેથી જિલ્લા પંચાયતમાં આવતા તમામ કર્મીઓનું થર્મલ સ્કેનીંગ કરી શકાય. આ મશીન કેવી રીતે કામ કરશે અને શુ છે આ મશીનની વિશેષતા આવો ચકાસીયે…

સરકારી કચેરીઓને 33 ટકા સ્ટાફ સાથે શરૂ કરાઇ છે. ત્યારે જિલ્લા પંચાયતની કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ મુલાકાતીઓ કોઇ પણ રીતે કોરોનાં વાયરસનાં સંક્રમણમાં ન આવે અને કોરોના ફેલાય નહી તે માટે ખાસ થર્મલ સ્ક્રીનીંગ મશીન લગાવાયુ છે. જેમાં તમામ કર્મીના શરીરનું તાપમાન માપી શકાય છે અને તાપમાન વધુ હોય તો આ મશીન એલર્ટ આપે છે. તેમજ માસ્ક વિનાં કોઇ પણ વ્યક્તિ મશીન પાસે જાય તો પણ મશીન એલર્ટ આપે છે.

હાલમાં અમદાવાદ જિલ્લામાં 260 થર્મલ ગન આરોગ્ય કર્મીઓને આપવામાં આવી છે પણ જિલ્લા પંચાયતની કચેરીમાં આવતા વ્યક્તિ દ્વારા કોઇને પણ કોરોના ન ફેલાય તે માટે આ મશીન લગાવાયુ છે. તમામ સ્ક્રેન કરાયેલા કર્મીઓનાં ડેટાબેઝ પણ તૈયાર કરાય છે.

હાલમાં પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે ગુજરાતમાં માત્ર અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીમાં આ થર્મલ સ્કેનીંગ મશીન લગાવાયુ છે, એક સાથે વધુ લોકો કામ કરતા હોય તેવી સરકારી કચેરીઓમાં આ મશીન ખૂબ કારગત નિવડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન