Gujarat News/ એક્શન મોડ! ‘ગૌવંશની હેરફેર કરશો તો જેલ પણ થશે અને દાદાનું બુલડોઝર પણ ફરશે’

ગુજરાતમાં ગૌવંશ સંરક્ષણ માટે સરકાર કટિબદ્ધ. છેલ્લા ૨ વર્ષમાં Cow Smugglingમાં 1810ની ધરપકડ, 184 પર પાસા અને 6 કરોડની મિલકતો પર બુલડોઝર ફેરવાયું.

Gujarat Top Stories Others
Gujarat Government Action on Cow Smuggling

Gujarat Government Action on Cow Smuggling : ગુજરાત વિધાનસભામાં ગૌવંશ સંરક્ષણ અને ગૌમાંસની ગેરકાયદે હેરફેરના મુદ્દે રાજ્ય સરકારે પોતાની કડક નીતિ સ્પષ્ટ કરી છે. ગૃહમાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યની સ્થિતિ અંગે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, ગૌમાતાના ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

Cow Smuggling: છેલ્લા બે વર્ષના ચોંકાવનારા આંકડા

મંત્રીએ ગૃહમાં રાજ્યવ્યાપી કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગૌવંશ રક્ષણ માટે સરકારે યુદ્ધના ધોરણે સક્રિય કામગીરી કરી છે, જેમાં કુલ 629 ગુનાઓ નોંધીને 1810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે કતલખાને લઈ જવાતા 1800 ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે અને અંદાજે 54,000 કિલો જેટલું ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગેરકાયદે હેરફેર માટે વપરાતા 433 વાહનો જપ્ત કરાયા હતા, જેમાંથી 339 વાહનોની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુનેગારોમાં કાયદાનો ડર જળવાઈ રહે તે માટે 184 આરોપી વિરુદ્ધ પાસા (PASA) અને 50 વિરુદ્ધ તડીપારના કડક આદેશો આપીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે.

Gujarat Government Action on Cow Smuggling

6 કરોડની મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’

ગુજરાત સરકાર હવે માત્ર ધરપકડ સુધી મર્યાદિત નથી. મંત્રીએ જણાવ્યું કે ગૌવંશના ગુનામાં સામેલ તત્વોની આશરે 6 કરોડ રૂપિયાની 39 મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, આવા કેસોમાં આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે સરકાર ‘સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર’ની પણ નિમણૂક કરી રહી છે.

અમરેલીમાં 3 આરોપીઓને આજીવન કેદ

અમરેલી જિલ્લામાં થયેલી ઐતિહાસિક કાયદાકીય કાર્યવાહીની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 12 ગુનાઓમાં 21 આરોપીઓને સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યાયિક પ્રક્રિયાના અંતે કોર્ટે કડક વલણ અપનાવી 3 આરોપીઓને આજીવન કેદ, 11 આરોપીઓને 10 વર્ષની અને અન્ય 3 આરોપીઓને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. સજાની સાથે જ ગુનેગારો પાસેથી કુલ 42 લાખ રૂપિયાનો માતબર દંડ પણ વસૂલવામાં આવ્યો છે, જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની મજબૂતી દર્શાવે છે.

મહીસાગર જિલ્લામાં પણ પોલીસ સતર્કતાને કારણે 8 ગુનાઓ દાખલ કરી 1,940 કિલો ગૌમાંસ અને 13 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

કૌશિક વેકરિયાએ ભાવુક સ્વરે ઉમેર્યું હતું કે, “ગાય એ આપણી સંસ્કૃતિમાં માત્ર પશુ નથી, પરંતુ 33 કરોડ દેવી-દેવતાઓના વાસ સમાન પૂજનીય માતા છે. જે લોકો આ આસ્થા સાથે ચેડાં કરશે, તેમને કાયદાનું કડક ભાન કરાવવામાં આવશે.”


આ પણ વાંચો:વડોદરાના IPL ક્રિકેટર શિવાલિક શર્મા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જોધપુરમાં નોંધાઈ FIR

આ પણ વાંચો:રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં