Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ચેતીજજો!! સાયબર ચોર પણ હાઇટેક થઇ ગયા છે, જાણો બેંક ખાતામાંથી કેવી રીતે ઉઠાવ્યાં 53 લાખ

જેમ જમાનો હાઈટેક થતો જાય છે, તેમ તેમ ચોરો અને ભેજાબાજો પણ હાઇટેક થઇ રહ્યા હોય તેવો સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે.  તેમ તેમ સાયબર ક્રાઈમનો આતંક વધી રહ્યો છે. જેનું સીધું ઉદાહરણ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી 53 લાખની ઠગાઇની ફરિયાદ પુરવાર કરે છે. વ્યક્તિ નાણાકીય વ્યવહાર માટે જેટલું ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ટેકનોલોજીને ક્લિક […]

July 13, 2019Bhavesh Vyas
Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others

જેમ જમાનો હાઈટેક થતો જાય છે, તેમ તેમ ચોરો અને ભેજાબાજો પણ હાઇટેક થઇ રહ્યા હોય તેવો સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે.  તેમ તેમ સાયબર ક્રાઈમનો આતંક વધી રહ્યો છે. જેનું સીધું ઉદાહરણ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી 53 લાખની ઠગાઇની ફરિયાદ પુરવાર કરે છે. વ્યક્તિ નાણાકીય વ્યવહાર માટે જેટલું ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ટેકનોલોજીને ક્લિક કરીને ભેજાબાજ ઠગ ગણતરીની મિનિટોમાં માલામાલ બની જાય છે. અને જ્યારે ફરિયાદી ને ખબર પડે છે તે પહેલા તો તમામ રૂપિયા સગેવગે પણ થઈ ગયા હોય છે. અને બાદમાં ઠગાઈના રૂપિયા પરત લાવવા પોલીસ માટે ચુનોતી પૂર્ણ ટાસ્ક બની જાય છે. અમદાવાદ સાઈબર ક્રાઈમ માં પણ આજે એવી જ ફરિયાદ થઇ છે જેમાં સીમ સ્વેપિંગ અને ઈમેલ એકાઉન્ટ હેક કરીને લાખો રૂપિયાની ઠગાઇ ને અંજામ આપવામાં આવ્યો છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમમાં સિમ કાર્ડ સ્વેપ કર્યા બાદ ફરીયાદીનું ઈમેલ એકાઉન્ટ હેક કરીને ૫૩ લાખ રૂપિયા ની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં તપાસ કરતા બહાર આવ્યું છે કે ટેક્નોલોજીથી વાકેફ આરોપી એટલા હોશિયાર થઈ ગયા છે કે આરોપી શોર્ટકટમાં માલામાલ થવા માટે પહેલા તો ટાર્ગેટને સંપૂર્ણ રીતે સ્કેન કરે છે. અને બાદમાં બ્લેક શેડો ગણતરીની સેકન્ડોમાં ટાર્ગેટને બરબાદ કરી દે છે.

અમદાવાદ સાઈબર સેલમાં નોંધાયેલા ગુના ની વિગતવાર વાત કરીએ તો, કૈલાસ દર્શન હાઉસિંગ સોસાયટી ના માલિક પોતાના તમામ બેંકના વ્યવહાર ઈમેલ અને મોબાઈલ દ્વારા કરતા હતા. જેથી પહેલા માસ્ટર માઈન્ડ આરોપીએ ફરિયાદીના બેન્ક એકાઉન્ટ ની અને ઇમેલ એડ્રેસ ની હકીકત મેળવી અને ત્યારબાદ બેન્ક એકાઉન્ટ સાથે જે મોબાઇલ નંબર રજીસ્ટર હતો તે બંધ કરાવી અને યેનકેન રીતે તેજ નંબર નું નવું સિમ કાર્ડ મેળવી લીધું. બાદમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૈલાસ દર્શન હાઉસિંગ ના ખાતા માંથી 53 લાખ રૂપિયાનું સેટીંગ કરી ભેજાબાજ શખ્સો ફરાર થઈ ગયા. આ છેતરપિંડી અંગે જ્યારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી ત્યારે માલુમ પડ્યું કે આરોપી શખ્સોએ ફરિયાદીના ઇમેલ એકાઉન્ટ મહેક કરીને ત્યારબાદ બેંક માંથી ટ્રાન્જેક્શન દરમ્યાન ઈ-મેલમાં જે ઉઠી આવતા હતા તેના દ્વારા ધીરે ધીરે પણ લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. જેથી પોલીસે હવે ભેજાબાજ શખ્સોને પકડવા માટે તપાસનો તખતો તૈયાર કર્યો છે .

હાલ તો 53 લાખની ચીટિંગ ના કેસમાં અમદાવાદ સાયબર સેલ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓના ગિરેબાન સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસતંત્રએ જનતાને ચેતવતા એ પણ જણાવ્યું છે કે પોતાના મોબાઈલ માં આવતા અજાણ્યા બ્લેન્ક મેસેજ તેમના મોબાઈલ ને હેક કરી શકે છે. જેથી અજાણ્યા બ્લેક મેસેજ અજાણ્યા ફોન કોલ અને બેંકની તથા અંગત માહિતી માંગતા કોલર્સ થી હંમેશા સાવચેત રહેવું જોઈએ. અને જો તેમ નહિ કરો તો ક્યારેક તમે પણ સાહેબ હેક્ટરનો શિકાર બની જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

બોલો !!! મહિલા ASIએ પોલીસનું જ કરી નાખ્યું !! ખોટી સહીથી 43.50 લાખની કરી ઉચાપત
“લોભી હોય ત્યાં લૂંટારા ભૂખે ન મરે” એર ફાઇનાન્સનું 300 કરોડમાં ઉઠમણું

More Posts

Mahesana News/ મહેસાણામાં નસબંધી કાંડમાં એક પછી એક નવા ખુલાસા

December 7, 2024Nikunj Patel

Sam Pitroda Racist Remarks/ આ લોકો દ્રૌપદી મુર્મુજીને આફ્રિકન માની લીધા, સામ પિત્રોડાના નિવેદન પર બોલ્યા પીએમ મોદી

May 8, 2024May 8, 2024Maya Sindhav
DGCA's big action

Air Asia/ DGCAએ AirAsiaને ફટકાર્યો 20 લાખનો દંડ, ટ્રેનિંગ હેડને રજા આપવામાં આવી

February 11, 2023Rahul Rathod
ઓમિક્રોન ટેસ્ટ પરિણામ

ગુજરાત/ હવે ઓમિક્રોન ટેસ્ટિંગનાં પરિણામ માટે નહી જોવી પડે વધુ રાહ

December 24, 2021December 24, 2021hardik shah

Gujarat Weather/ આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે

August 23, 2024Komal Patel

ચંદ્રગ્રહણ/ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે, જાણો ભારતમાં ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે!

November 6, 2022November 6, 2022mustak malik

ચેતવણી/ શું આગામી 9 દિવસમાં યુક્રેન પર રશિયન હુમલો થઈ શકે છે? અમેરિકી વિદેશ મંત્રીએ કહી આ વાત

February 11, 2022February 11, 2022garima rao

કોરોના/ રાજસ્થાનમાં નાઇટ કર્ફ્યુનો કડક અમલ કરાશે, જાહેર સ્થળોએ જવા માટે રસીકરણ જરૂરી

December 29, 2021December 29, 2021garima rao
BBC

વિવાદ/ BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ, ત્રણ સપ્તાહમાં માંગ્યો જવાબ

February 3, 2023February 3, 2023Maya Sindhav

Not Set/ ચીનને શ્રીલંકાએ આપ્યો મોટો ઝટકો, નબળી ગુણવત્તાવાળા ઓર્ગેનિક ખાતરોના કન્સાઈનમેન્ટને નકારી કાઢ્યો

November 13, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy