કર્ણાટકનું રાજકીય નાટક ખતમ થવાનું નામ નથી રહ્યું. વિધાનસભામાં વિશ્વાસનાં પ્રસ્તાવ પર મતદાન ગુરુવારે કરવાનું હતું. ભારે રાજકીય નાટક પછી શુક્રવારે ફ્લોર ટેસ્ટનો લેવામા આવશે તેવી જાહેરાત કરવામા આવી. શુક્રવારે પણ સવારનાં ભાગમાં ફ્લોર ટેસ્ટ ન કરાતા રાજ્યપાલ દ્રારા બપોરે 1.30 વાગ્યે સુધીમાં ફ્લોર ટેસ્ટ લેવાનો આદેશ આપવામા આવ્યો હતો, બાદમાં ગવર્નર દ્વારા સરકારને ફ્લોર ટેસ્ટ માટે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપવામા આવ્યો.
ફ્લોર ટેસ્ટ માટે આજે કુમાર સ્વામી રહ્યા નિષ્ફળ

પરતું તો પણ કુમારસ્વામી ફ્લોર ટેસ્ટ કરવામાં નિષ્ફળ રહ્યા છે. અને રાજ્યપાલ દ્વારા આપવામા આવેલી સમય સીમા પાર થઈ ગઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ. એચ. કુમારસ્વામીએ સ્પીકરને સોમવાર સુધી ફ્લોર ટેસ્ટ તાળી સોમવારે ફ્લોર ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તો આ અપીલની સામે ભાજપ દ્વારા સોમવારે ભાજપ આ માટે તૈયાર નથી તેવુ કહેવામાં આવ્યું છે. ત્યારે કર્ણાટકનું કોકડું વધું ગુચવાયું હોવાની પ્રતિતિ થઇ રહી છે.
રાજ્યપાલે આપેલી બીજી ડેડલાઇન પણ પૂર્ણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
