સામગ્રી,
ચણાની દાળ 250 ગ્રામ
ખાંડ અથવા ગોળ 250 ગ્રામ
200 ગ્રામ ઘઉંનો લોટ
200 ગ્રામ મેદો
2 ચમચી તેલ
100 ગ્રામ ઘી
એક ચમચી એલચી
બદામ પીસ્તાનો ભુકો
બનવાની રીત
એક કુકરમાં ચણાની દાળ ને ધોઈ ને બાફવા મુકો. દાળ બરાબર બફાય જાય ત્યાર વાર વધારાનું પાણી હોય તો નીતારી લો .
મિક્સરમાં દાળને વાટી લો. એક પેનમાં વાટેલી ચણાની દાળ નાંખી ગેસ પર મુકો. એકદમ ગળી જાય એટલે તેમાં ગોળ કે ખાંડ નાંખો. ધીમા તાપે હલાવતા રહો. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો .
ત્યાર પછી તેમાં એલચી, બદામ ,પીસ્તા નો ભૂકો નાંખી ઠંડુ થવા દો.હવે ઘઉં-મેંદો મિક્સ કરો તેમા તેલ નાખીને લોટ બાંધી લો.
એક લુંવો લઇ રોટલી અડધી વણી તેમાં પુરણ વચ્ચે મૂકી તેને ફરી પેક કરી રોટલી વણો. નોનસ્ટીક તવા પર રોટલીને શેકી લો.
રોટલી ઉતારી તેના પર ઘી ચોપડીને ગરમાગરમ પીરસો.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
