Not Set/ ઘરે બનાવો ટેસ્ટફૂલ પુરણપોળી

સામગ્રી, ચણાની દાળ 250 ગ્રામ ખાંડ અથવા ગોળ 250 ગ્રામ 200 ગ્રામ ઘઉંનો લોટ 200 ગ્રામ મેદો 2 ચમચી તેલ 100 ગ્રામ ઘી એક ચમચી એલચી બદામ પીસ્તાનો ભુકો બનવાની રીત એક કુકરમાં ચણાની દાળ ને ધોઈ ને બાફવા મુકો. દાળ બરાબર બફાય જાય ત્યાર વાર વધારાનું પાણી હોય તો નીતારી લો . મિક્સરમાં દાળને […]

Uncategorized

સામગ્રી,

ચણાની દાળ 250 ગ્રામ

ખાંડ અથવા ગોળ 250 ગ્રામ

200 ગ્રામ ઘઉંનો લોટ

200 ગ્રામ મેદો

2 ચમચી તેલ

100 ગ્રામ ઘી

એક ચમચી એલચી

બદામ પીસ્તાનો ભુકો

બનવાની રીત

એક કુકરમાં ચણાની દાળ ને ધોઈ ને બાફવા મુકો. દાળ બરાબર બફાય જાય ત્યાર વાર વધારાનું પાણી હોય તો નીતારી લો .

મિક્સરમાં દાળને વાટી લો. એક પેનમાં વાટેલી ચણાની દાળ નાંખી ગેસ પર મુકો. એકદમ ગળી જાય એટલે તેમાં ગોળ કે ખાંડ નાંખો. ધીમા તાપે હલાવતા રહો. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો .

ત્યાર પછી તેમાં એલચી, બદામ ,પીસ્તા નો ભૂકો નાંખી ઠંડુ થવા દો.હવે ઘઉં-મેંદો મિક્સ કરો તેમા તેલ નાખીને લોટ બાંધી લો.

એક લુંવો લઇ રોટલી અડધી વણી તેમાં પુરણ વચ્ચે મૂકી તેને ફરી પેક કરી રોટલી વણો. નોનસ્ટીક તવા પર રોટલીને શેકી લો.

રોટલી ઉતારી તેના પર ઘી ચોપડીને ગરમાગરમ પીરસો.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.