Not Set/ ટ્રમ્પનાં કાશ્મીર નિવેદન મામલે આવુ કહ્યુ ફારુક અબ્દુલ્લાએ PM મોદી વિશે

કાશ્મીર મુદ્દો દેશમાં સૌથી મહત્વનાં મુદ્દાઓમાંથી એક છે. જેને લઇને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યુ છે, જેને લઇને દેશમાં જાણે બવાલ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી રહેવાની વાત કહી છે અને તે પણ અમેરિકાની ટૂરમાં આવેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે સમગ્ર વાત કરવામા આવી હતી. તેટલુ જ નહી ટ્રમ્પે […]

India

કાશ્મીર મુદ્દો દેશમાં સૌથી મહત્વનાં મુદ્દાઓમાંથી એક છે. જેને લઇને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યુ છે, જેને લઇને દેશમાં જાણે બવાલ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી રહેવાની વાત કહી છે અને તે પણ અમેરિકાની ટૂરમાં આવેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે સમગ્ર વાત કરવામા આવી હતી. તેટલુ જ નહી ટ્રમ્પે મધ્યસ્થી અંગે પીએમ મોદી ખુદ કહ્યુ હોવાની પણ અહી વાત કરી હતી. જેને લઇને આજે દેશનાં સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા એક નિવેદન સામે આવ્યુ જેમા તેમણે ટ્રમ્પ દ્વારા આપવામા આવેલ નિવેદનનું ખંડન કર્યુ હતુ.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર મામલે ભારતનાં પીએમ મોદી દ્વારા કહેવાતી મદદ અને મધ્યસ્થી માગવાની બાબતે દેશભરમાં બબાલી મચી ગઇ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં સ્થાપક ફારુક અબ્દુલ્લાએ પીએમ મોદીનાં ટ્રમ્પ સાથેના કથિત નિવેદનને લઇને નિવેદન આપતા તેને સારુ બતાવ્યુ છે. જેમા તે કહેવા માગે છે કે કાશ્મીરનો મુદ્દો ઘણો સંવેદનશીલ છે ત્યારે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દા પર વાત કરી અને તેમને કહ્યુ કે કાશ્મીર મુદ્દો સંવેદનશીલ છે અને કોઇ મદદ મળી શકે તો સારુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.