અમદાવાદ,
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અકસ્માતના કારણે અનેક લોકોના મૃત્યુ થતા હોય છે ત્યારે વધુ અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે સર્જાયો છે જેમાં એક યુવાનનું મોત થયું છે.
આપને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા દાદાના અવસાનની જાણ કરવા નીકળેલા પૌત્રને જ કાળ ભડકી જતા ચકચાર મચી જવા પામી છે. એક જ દિવસમાં મોભી અને પુત્ર ગુમાવતા રાવલ પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ છે.
આ અકસ્માત બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલક શુભમ રાવત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શુભમ રાવતને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન જ મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
