વડાપ્રધાન મોદી આજે આકાશવાણી પર પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત મારફતે રાષ્ટ્રને સંબોધિત કર્યુ. એકવાર ફરી સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી છે. આ દરમિયાન પીએમ એ જળ સંરક્ષણ પર કહ્યુ કે, અમારી સરકાર જળનીતિને લઇને કાર્ય કરી રહી છે. સાથે તેમણે ઇસરો દ્વારા છોડવામાં આવેલ ચંદ્રયાન વિશે પણ દેશની જનતા સાથે મનની વાત કરી.
પીએમ મોદીએ પાણીનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે, પાણીનાં વિષયે હાલમાં ભારતનાં હ્રદયને આંચકો આપ્યો છે. જળ સંરક્ષણ પર હમણાથી તમામ કાર્યક્રમ આયોજીત થઇ રહ્યા છે. જળ સંરક્ષણ પર દેશભરથી સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે, મેઘાલય દેશનું એવુ પહેલુ રાજ્ય બન્યુ છે કે જ્યા જળ સંસાધન નીતિ બનાવવામાં આવી. તેમણે હરિયાણા સરકારને શુભકામનાઓ પાઠવતા કહ્યુ કે, તેણે પરંપરાગત ખેતીની જગ્યાએ ખેડૂતોને ઓછા પાણીની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમા ખેડૂતોને પણ કોઇ નુકસાન નથી થતુ. આજે તહેવારોમાં અને મેળામાં આ સમયે જળ સંરક્ષણનો સંદેશો આપવામા આવે છે.
PM ने बताया कि त्योहारों का समय आ गया है,इन अवसरों पर कई मेले लगते हैं व समाज के हर वर्ग के लोग यहां पहुँचते हैं.मेलों में पानी बचाने का सन्देश हम बड़े ही प्रभावी ढंग से दे सकते हैं,प्रदर्शनी,नुक्कड़ नाटक के ज़रिये उत्सवों के साथ जल संरक्षण का सन्देश आसानी से दिया जा सकता है #MKB pic.twitter.com/SrRBvwieHL
— Akashvani आकाशवाणी (@AkashvaniAIR) July 28, 2019
પીએમ મોદીએ ચંદ્રયાન મિશન પર વાત કરતા કહ્યુ કે, મને દેશભરનાં ઘણા લોકોએ મનની વાતમાં ચંદ્રયાન 2 વિશે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો છે. ચંદ્રયાનને જે રીતે વૈજ્ઞાનિકોએ લોન્ચ કર્યુ જેને લઇને આપણે ગર્વ કરવો જોઇએ. જેમા ખામી આવ્યા બાદ પણ વૈજ્ઞાનિકોનું મનોબળ રોકાયો નહી. આ મિશન ઘણા યુવાનોને પ્રોત્સાહિત કરશે.
PM Modi: My dear countrymen, I strongly believe that you would have felt immensely proud on India’s achievement beyond the skies in outer space. The successful launch by our scientists despite the early setback is unprecedented. #chandrayaan2 #MannKiBaat (file pic) pic.twitter.com/4QoXYHUQIf
— ANI (@ANI) July 28, 2019
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ માટે રસપ્રદ સ્પર્ધા વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે સૌથી વધુ ક્વિઝ કોમ્પિટિશન મારફતે સૌથી વધારે નંબર મેળવનાર બાળકોને 7 સપ્ટેમ્બરનાં રોજ શ્રીહરિકોટા લઈ જવામાં આવશે અને તેમને ચંદ્રયાન 2 ની લેડિંગ જોવાની તક મળશે.
Inviting students to take part in a unique quiz competition and get an opportunity to visit Sriharikota. #MannKiBaat pic.twitter.com/UNWtfJHaav
— PMO India (@PMOIndia) July 28, 2019
અમરનાથ યાત્રાની સફળતા માટે જમ્મુ-કાશ્મીરની જનતાની પ્રશંસા કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશ્મીરની જનતા અમરનાથ યાત્રાળુઓની સેવા અને મદદ કરે છે. આ વખતે અમરનાથ યાત્રામાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ યાત્રાળુઓ જોવા મળ્યા. વિકાસની મુખ્ય ધારામાં જોડાવા માટે કાશ્મીરનાં લોકો ખૂબ ઉત્સાહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
