Not Set/ પ્રિયંકાએ ઉન્નાવ રેપ કેસ મામલે પુછ્યાં ટ્વીટનાં માધ્યમથી PMને સવાલ

ઉત્તર પ્રદેશ કોંગ્રસનાં ઇનચાર્જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉન્નાવ ગેંગ રેપ મામલે આજે બે વાર પોતાનાં ટ્વીટ મારફતે ભાજપ અને PM મોદીને સીધા સવાલો કર્યા છે. પ્રિયંકા દ્વારા ઉન્નાવ ગેંગ રેપ પીડિતા અને તેના પરિવારની કારને નડેલા ગમખ્વાર અકસ્માતને મામલે લાગલગાટ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને આ મામલે ગંભીર પગલા લેવા અપીલ કરવાની સાથે સાથે પુછવામા પણ આવ્યું  […]

Top Stories

ઉત્તર પ્રદેશ કોંગ્રસનાં ઇનચાર્જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉન્નાવ ગેંગ રેપ મામલે આજે બે વાર પોતાનાં ટ્વીટ મારફતે ભાજપ અને PM મોદીને સીધા સવાલો કર્યા છે. પ્રિયંકા દ્વારા ઉન્નાવ ગેંગ રેપ પીડિતા અને તેના પરિવારની કારને નડેલા ગમખ્વાર અકસ્માતને મામલે લાગલગાટ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને આ મામલે ગંભીર પગલા લેવા અપીલ કરવાની સાથે સાથે પુછવામા પણ આવ્યું  હતું કે,  ઈશ્વરની ખાતર વડાપ્રધાને, આવા ગુનેગાર અને તેના ભાઈને તેનાં પક્ષે આપેલી સત્તાને પરત ખેંચી લેવી જોઈએ… હજી પણ મોડું નથી થયું.

પ્રિયંકા ગાંધી ભાજપનાં ધારાસભ્ય અને ઉન્નાવ ગેંગ રેપનાં આરોપી કુલદીપ સિંહ સેનગરઅને તેના ભાઇને ભાજપ છાવરી રહી હોવાનો આક્ષેપ લાંબા સમયથી કરવામા આવી રહ્યા છે ત્યારે પ્રિયંકાએ સવાલ કર્યો હતો કે શા માટે પીડિતોને તેમની લડાઈ લડવા એકલા રઝળતા મૂકી દેવામાં આવી છે. જ્યારે પિડીતા કહી રહી હતી કે તેણીને જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ મળી રહી છે. તેમજ અકસ્માતના ષડયંત્રમાં ઉડાવી દેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે ત્યારે શા માટે કુલદીપ સેનગર જેવા લોકોને રાજકીય પીઠબળ પુરું પાડવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.