તમે અત્યાર સુધી પાણીમાં બોટ અને મોટા-મોટા જહાજો તરતા જોયા હશે, પરતું શું તમે ક્યારે નદીમાં પાંચ માળાની ઈમારત તરતા જોઈ છે. આ જોઈને તમને પણ હેરાની થઇ જશો. ચીનમાં આવો જ કઈક નજારો જોવા મળ્યો છે. જેમાં પાંચ માળની ઈમારત પાણીમાં તરી રહી છે.
આપને જણાવીએ કે નદીમાં વહેતી આ પાંચ માળની ઈમારતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં 5 માળની એક ઈમારત નદીમાં વહેતી જોવા મળી રહી છે. આ વાયરલ વિડીયો ચીનની યાંગત્સે નદીનો છે.
Things that happen in China. A five-story "building" was spotted cruising along the Yangtze River back in November 2018. The "building" was actually a floating restaurant. Authorities said the restaurant needed to relocate due to policies changes https://t.co/hYsDqkVQLg pic.twitter.com/zmtXyNeWYC
— Massimo (@Rainmaker1973) July 29, 2019
ટ્વિટર પર એક યુઝરે 11 સેકંડનો આ વીડિયોને શેયર કર્યો છે. જેમાં એક પાંચ માળની ઈમારત નદીમાં તરતી જોવા મળી રહી છે.
મહત્વનું છે કે ટ્વિટર યુઝરે આ વીડિયો વિશે માહિતી આપતા જણાવ્યું કે આ એક મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે. જેને 2 જહાજની મદદથી બીજી જગ્યાએ લઇ જવામાં આવી રહી છે.
આ રેસ્ટોરન્ટનું નામ ઈમ્પ્રેશન જિયાન્ગજિન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
