Not Set/ Zomato Order : જાતિનાં નામ પર ઓર્ડર રદ્દ કરનાર અમિત શુક્લા પર પોલીસનું કડક વલણ

દેશમાં લોકો ધર્મને કેવી દિશા આપી રહ્યા છે તેનુ તાજુ ઉદાહરણ મધ્યપ્રદેશથી સામે આવ્યુ હતુ, જ્યા એક ઓર્ડર માત્ર એટલા માટે જ રદ્દ કરવામાં આવ્યો કારણ કે ડિલીવર કરનાર શખ્સ એક મુસ્લિમ યુવક હતો. જો કે ધર્મનાં નામે Zomato માંથી ઓર્ડર રદ્દ કરનાર પર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે જબલપુરનાં રહેવાસી યુવક અમિત શુક્લાને નોટિસ […]

India

દેશમાં લોકો ધર્મને કેવી દિશા આપી રહ્યા છે તેનુ તાજુ ઉદાહરણ મધ્યપ્રદેશથી સામે આવ્યુ હતુ, જ્યા એક ઓર્ડર માત્ર એટલા માટે જ રદ્દ કરવામાં આવ્યો કારણ કે ડિલીવર કરનાર શખ્સ એક મુસ્લિમ યુવક હતો. જો કે ધર્મનાં નામે Zomato માંથી ઓર્ડર રદ્દ કરનાર પર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે જબલપુરનાં રહેવાસી યુવક અમિત શુક્લાને નોટિસ મોકલી છે. પોલીસે નોટિસ ફટકારી છે અને કહ્યું છે કે તેઓ ફરી આવી ટ્વીટ ન કરે. જો છ મહિનામાં ફરીથી આવું થશે તો જેલની સજા થઈ શકે છે.

આપને જણાવી દઇએ કે, ઓનલાઇન ફૂડ ડિલવરી એપ Zomato થી ખાવાનો ઓર્ડર કર્યા બાદ, ડિલવરી બોય હિન્દુ ન હોવાના કારણે અમિત શુક્લા નામના યુવકે ઓર્ડર રદ્દ કરી દીધો હતો. તેટલુ જ નહી તેણે આગમાં ઘી નાખવા બરાબર પણ કામ કર્યુ. અમિત શુક્લાએ આ વાતને ટ્વીટર પર શેર કરી, જે પછી તેનો સખત વિરોધ કરવામાં આવ્યો. યુવકની આલોચના કરતા Zomato એ એક ટ્વીટ કરતા લખ્યુ કે, ‘ખાવાનો કોઇ ધર્મ નથી હોતો, ખાવાનું ખુદ એક ધર્મ છે.’

એક સામાન્ય વાત પણ આ યુવક સમજી શક્યો નહી કે તે ભારત દેશમાં રહે છે જ્યા વિવિધતામાં એકતા જોવા મળે છે, જ્યા અમૂક અમિત શુક્લા જેવા લોકો ધર્મનો ઝંડો ફરકાવી પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અમિત શુક્લાનાં ટ્વીટ પર જબલપુરનાં એસપી અમિત સિંહે કહ્યુ કે, અમે તેને નોટિસ જારી કરી છે, જેને અમિત શુક્લાને મોકલવામાં આવશે. તેને ચેતવણી આપવામાં આવશે, જો તે આવુ કોઇ પણ ટ્વીટ કરશે જે બંધારણની વિરુદ્ધ છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવશે. સાથે તેમણે કહ્યુ કે તે સર્વિલાંસ પર છે, તેના પર નજર રાખવામાં આવી રહી છે. જો કે આ પ્રકારની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે અમુક લોકો હવે માણસને નહી પણ તેના ધર્મને જોઇ પ્રતિક્રિયા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.