Not Set/ UAPA સુધારણા બિલ રાજ્યસભામાંથી થયુ પાસ, કોંગ્રેસે ભાજપની નિયત પર ઉઠાવ્યો સવાલ

રાજ્યસભામાં શુક્રવારે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા સુધારણા બિલ (યુએપીએ) પર ચર્ચાઓ ચાલી રહી છે. આ સુધારા બિલ ગત 24 જુલાઇએ લોકસભામાં પસાર થયુ હતુ. સરકારે આ બિલને ઉપલા ગૃહમાં પસાર કરવા રાજ્યસભામાં રજૂ કર્યું છે, પરંતુ વિપક્ષે સરકારની નિયત પર સવાલ ઉઠાવતા આ બિલની ઘણી જોગવાઇ પર ચિંતા વ્યક્ત કરી છે. UAPA સુધારણા બિલ રાજ્યસભામાંથી થયુ […]

India

રાજ્યસભામાં શુક્રવારે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા સુધારણા બિલ (યુએપીએ) પર ચર્ચાઓ ચાલી રહી છે. આ સુધારા બિલ ગત 24 જુલાઇએ લોકસભામાં પસાર થયુ હતુ. સરકારે આ બિલને ઉપલા ગૃહમાં પસાર કરવા રાજ્યસભામાં રજૂ કર્યું છે, પરંતુ વિપક્ષે સરકારની નિયત પર સવાલ ઉઠાવતા આ બિલની ઘણી જોગવાઇ પર ચિંતા વ્યક્ત કરી છે.

UAPA સુધારણા બિલ રાજ્યસભામાંથી થયુ પાસ

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર પોતાના લાભ માટે આ બિલનો દુરૂપયોગ કરી શકે છે. આ સાથે જ સરકારે વિપક્ષનાં ડરને પાયાવિહોણો ગણાવ્યો છે અને તેને સમયની જરૂરિયાત બતાવ્યુ છે. આપને જણાવી દઇએ કે, યુએપીએ સુધારણા બિલ આતંકવાદમાં સામેલ વ્યક્તિને આતંકવાદી જાહેર કરે છે અને તે રાષ્ટ્રીય તપાસ એજન્સીની સત્તાને વધારશે.

વિપક્ષનાં પ્રશ્નોનાં જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદની ઘટનાઓમાં સંડોવાયેલા સંગઠનો પર પ્રતિબંધ બાદ, જેણે તેનું સંચાલન કર્યું છે તે પોતાની નામની સંસ્થા બીજા નામથી ચલાવવાનું શરૂ કરી દે છે. તેમણે કહ્યું, ‘સંસ્થા વ્યક્તિની બનેલી હોય છે. ઘટના સંસ્થા નહીં પણ વ્યક્તિ કરે છે. વ્યક્તિનાં ઇરાદા પર પ્રતિબંધ મૂક્યા વિના તેની પ્રવૃત્તિઓ રોકી શકાતી નથી. અમે એક સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો અને થોડા દિવસો પછી તે જ વ્યક્તિ બીજી સંસ્થા બનાવી દે છે, તેથી વ્યક્તિ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.’

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે, અમને ભાજપની નિયત પર શંકા છે. કોંગ્રેસે ક્યારે આતંકવાદ સાથે સમાધાન કર્યુ નથી અને તેથી જ અમે આ કાયદો બનાવ્યો. દિગ્વિજય સિંહે સીધો આરોપ લગાવતા કહ્યુ કે, તે તમે જ છો કે જેણે આતંકવાદ સાથે સમાધાન કર્યુ છે. પહેલા તમે રૂબિયા સઈદ અને બાદમાં મસૂદ અઝહરને છોડ્યા.

રાજ્યસભામાં યુએપીએ સુધારણા બિલ અંગેની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસનાં નેતા અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, અમે સુધારણાનાં આ બિલનો નહી પણ સરકારની નિયતનો વિરોધ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, ગૌતમ નવલખા સાથે હાફિઝ સઈદની તુલના ન કરો. તમે કોને આતંકી જાહેર કરવા જઇ રહ્યા છો? હાફિઝ સઈદ કે ગૌતમ નવલખાને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.