Not Set/ અમરનાથ યાત્રાના રૂટ પરથી પકડાયો હથિયારોનો મોટો જથ્થો : આર્મી

દિલ્હી, ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ઢીલ્લોએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગ કરવામાં માંગે છે અને અમે એમ થવા નહીં દઈએ. સાથે જ તેઓએ કહ્યું કે કાશ્મીર ઘાટીમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) નો ખતરો વધુ જોવા મળી રહ્યો છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘાટીમાં વાતાવરણ ઘણું શાંતિપૂર્ણ બનેલું છે. લેફ્ટનન્ટ કર્નલ ઢીલ્લોએ […]

Top Stories

દિલ્હી,

ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ઢીલ્લોએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગ કરવામાં માંગે છે અને અમે એમ થવા નહીં દઈએ. સાથે જ તેઓએ કહ્યું કે કાશ્મીર ઘાટીમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) નો ખતરો વધુ જોવા મળી રહ્યો છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘાટીમાં વાતાવરણ ઘણું શાંતિપૂર્ણ બનેલું છે.

લેફ્ટનન્ટ કર્નલ ઢીલ્લોએ કહ્યું કે અમરનાથ યાત્રાના રૂટ પરથી વિપુલ માત્રામાં હથિયારો મળી આવ્યા છે.જેમાં યુએસ એમ-24 સ્નાઇપર રાઇફલનો સમાવેશ થાય છે.હથિયારોમાં પાકિસ્તાનમાં બનેલી સુરંગ પણ પકડાઇ છે.

લેફ્ટનન્ટ કર્નલ ઢીલ્લોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે પાકિસ્તાનથી આતંકવાદીઓની  ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ થઈ રહ્યા છે.

લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ઢીલ્લોએ જણાવ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.આઇઇડી બનાવવામાં એક્સપર્ટ આતંકવાદીઓને અમે પકડ્યાં છે. તેમની પાસેથી મળેલ માહિતી અનુસાર પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરશે. અમે કાશ્મીરની જનતાને ખાતરી આપી છે કે કોઈને પણ શાંતિ ભંગ કરવા દેવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.