કોંગ્રેસનાં બેં ફાડા
#Article 370ને હટાવી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દઇ, કાશ્મીરનાં બે ઉભા ફાડા કરી નાખવામા આવ્યા છે. ત્યારે સંસદ અને દેશભરમાં વિરોધપક્ષ છે તેવું સાબિત કરવા માટે રાડા મચાવી રહેલી કોંગ્રેસ પણ આ મામલે બે ફાડામાં જોવા મળી રહી છે.
એક તરફ વિરોધનો સૂર
એક તરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ દ્વારા ઠેરઠેર પાકિસ્તાનની ભાષા બોલીને આ મામલે વિરોધ કરી નિર્ણયને સંવિધાનની હત્યા ગણવવામા આવી રહી છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ગુલામ નબી આઝાદ, અધિરંજન ચૌધરી, મનિષ તિવારી, પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ વિગેરે આ મામલે પોતાનો વિરોઘ પ્રગટ કરી રહ્યા છે.
Kashmir’s mainstream political leaders have been jailed at secret locations.
This is unconstitutional & undemocratic.
It’s also short sighted and foolish because it will allow terrorists to fill the leadership vaccum created by GOI.
The imprisoned leaders must be released.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2019
બીજી તફ સમર્થનનો સાદ
બીજી તરફ કોંગ્રેસનાં જ દિગ્ગજ નેતા જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની ભાજપ સરકારનાં સમર્થનમાં જોવામાં આવી રહ્યા છે. જી હા મધ્યપ્રદેશ કદાવર નેતા અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ, જ્યોતિરદિત્ય સિંધિયાએ પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈ #Article 370 મામલે જમ્મુ કાશ્મીર પરનાં સરકારનાં નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.
https://twitter.com/JM_Scindia/status/1158729410507182080
તો સાથે સાથે કોંગ્રેસનાં સર્વેસર્વા સોનિયા ગાંધીનાં સંસદીય ક્ષેત્ર રાયબરેલી સદરનાં ધારાસભ્ય, અદિતી સિંહ દ્વારા પણ આ મામલે ભાજપ સરકારનાં નિર્ણયને દેશનાં સર્વભૌમત્વ માટેનો નિર્ણય ગણાવી ટેકો જાહેર કર્યો છે.
#WATCH Aditi Singh, Congress MLA Raebareli Sadar speaks on #Article370revoked: I'm in absolute support of the decision. It will help in integrating J&K into the mainstream. It's a historic decision. It should not be politicised. As an MLA, in my capacity, I welcome this decision. pic.twitter.com/fSmzpesjnB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2019
તો તેની સાથે ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને સૌરાષ્ટ્ર પાટીદાર અને ખેડૂત નેતા તરીકે જાણીતા ઘોરાજીનાં ઘારાસભ્ય, લલિત વસોયા દ્વારા પણ આ નિર્ણયને સમર્થન આપવામા આવ્યું છે. સોશિયલ મિડિયામાં વસોયાએ “મારું ભારત અખંડ ભારત” ની પોસ્ટ મૂકીને ભાજપની કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો. અને ઉમેર્યુ હતું કે, રાષ્ટ્રહિતના દરેક નિર્ણયોને પક્ષાપક્ષી ભૂલીને આવકારવા જોઈએ.
https://www.facebook.com/LalitbhaiVasoya.Official/photos/a.959978567387507/2529711010414247/?type=3&eid=ARBlnKqIBZYd_GJ5I-xiTWCXo97RbIdkaO14cEHf92nQLTRfcz8xwe4blFv955UKqvhCu-0zXN7lBCkY&__xts__%5B0%5D=68.ARACwEYLP5E0T1SJlRQ5HeNmwy16JzTmJV5SfllUB1lW14MSsu_f0dg62DvQ07L1YkKnU_mv1vwKP3fQJgWzZ-eKOvNKrYKI9J6ilwfSF0Gr7gKWsJxxpwrvnTCl2gfc-9d_wz6b415a9GqnUKq2Q4OlRhlViO2URsEx0hf-jtD3anmjz2qpHpIX-Lt0DHOD_FdGgCf2bTMqSXR1fUoNc-Pc4PVhTO73blq7zYPufofiAmWj_jPWwnstQZ_Kta9hLji-nw25dH5HwxsbmCOoamKRmoWVlssEvGrMYVoNW-k2Gty7mx0t9Fig8rulp6sdmbnM-dkZk7eDJ0mirbb1V0Aygg&__tn__=EEHH-R
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
