Not Set/ RBI દ્વારા ચોથી વખત રેપો રેટ ઘટાડાયો, 0.35%ની કટોતીથી રેપો રેટ 5.40 થયો

RBI દ્રારા વ્યાજ દરમાં ફરી ઘટાડો કરવામા આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા  રેપો રેટમાં 0.35 ટકા ઘટાડીને 5.40 ટકા કરી દેવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે GDPનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરવામા આવતા, RBI દ્રારા મોંઘવારી દરને લક્ષ્યાંકના દયરામાં રાખવાનાં પગલા રૂપે આ મહત્લવ પૂર્ણ પગલું લેવામાં આવ્યું હોવાનું નિષ્ણાતો દ્રારા અનુમાન […]

Business

RBI દ્રારા વ્યાજ દરમાં ફરી ઘટાડો કરવામા આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા  રેપો રેટમાં 0.35 ટકા ઘટાડીને 5.40 ટકા કરી દેવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે GDPનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરવામા આવતા, RBI દ્રારા મોંઘવારી દરને લક્ષ્યાંકના દયરામાં રાખવાનાં પગલા રૂપે આ મહત્લવ પૂર્ણ પગલું લેવામાં આવ્યું હોવાનું નિષ્ણાતો દ્રારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રેપો રેટમાં કટોટી કરવામાં આવતા લોન અને લોન પરનાં હપ્તા સસ્તી થવાથી દેશ લાખો લોન ચૂકવણીકારોને ફાયદો મળશે, તો સાથે સાથે લોન વ્યાજ દરમાં ઘટાડો થવાથી, નવી લોન લેનારા માટે પ્રસ્તાહક સાબિત થશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્રારા રેપો રેટ 5.40 ટકા અને રિવર્સ રેપો રેટ 5.15 ટકા કરવામાં આવ્યો છે. આપને જણાવી  દઇએ કે  પૂર્વે રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ 5.50 ટકા હતો. વર્ષ 2019માં અત્યાર સુધી રેપો રેટમાં કુલ 1.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા આ સતત ચોથી વખત રેપો રેટમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

FILE PHOTO

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.