પાકિસ્તાનનાં વલણને જોતા ભારતનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે એક નિવેદન આપ્યુ. જેમા તેમણે કહ્યુ કે, ભગવાન આવો પડોશી કોઇને ન આપે. કાશ્મીર અંગે ભારતનાં નિર્ણયથી સ્પષ્ટ રીતે પાકિસ્તાનમાં નારાજગી જોવા મળી રહી છે, નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે આ તેનો આંતરિક મામલો છે અને પાકિસ્તાનની બેચેનીનો કોઈ અર્થ નથી. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370ને નાબૂદ કર્યા બાદ અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યાનાં ભારતનાં નિર્ણયને પાકિસ્તાને જ્યા આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાની વાત કહી છે, ત્યા ભારતની સાથે વ્યવસાય અને બસ સેવા બંધ કરવા અને ડિપ્લોમેટિક સંબંધોને ઘટાડવાનો નિર્ણય પણ લીધો છે.
પાકિસ્તાને ભારતને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહ્યુ છે, જેથી બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મદદ મળી શકે, જ્યા રક્ષા મંત્રી રાજનાથસિંહે, પાકિસ્તાનનાં વલણથી નાખુશ થઇને કહ્યું કે, ભગવાન આવા પડોશી કોઇને ન આપે. તેમણે કહ્યું, ‘અમને સૌથી મોટી આશંકા અમારા પાડોશી વિશે જ છે. સમસ્યા એ છે કે તમે મિત્રોને બદલી શકો છો, પરંતુ પડોશીની પસંદગી તમારા હાથમાં નથી અને પડોશી આપણી બાજુમાં બેઠેલો છે, ભગવાન કરે આવો પડોશી કોઇને ન મળે.’
Defence Min Rajnath Singh:Sabse badi ashanka toh hume hamare padosi ke bare mein rehti hai.Samasya yeh hai aap dost badal sakte hain magar padosi ka chunav aapke haath mein nahi hota hai. Aur jaisa padosi hamare bagal mein baitha hai,paramatma kare ki aise padosi kisi ko na mile. pic.twitter.com/22PQ9aeIec
— ANI (@ANI) August 8, 2019
રાજનાથ સિંહની આ પ્રતિક્રિયા ત્યારે સામે આવી છે કે જ્યારે પાકિસ્તાન કાશ્મીરમાં ભારતનાં નિર્ણયને લઇને પોતાની દખલગીરી કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. પાકિસ્તાને બુધવારે ભારત સાથેની તમામ વેપાર અને બસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાંથી તેમના હાઈ કમિશનર મોઈનુલ હકને પરત બોલાવવા અને ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાને પરત મોકલવાનો નિર્ણય પણ કર્યો છે. પાકિસ્તાને એકવાર ફરી પોતાના એર સ્પેસને 5 સપ્ટેમ્બર સુધી બંધ કરી દીધુ છે, જે તેણે તાજેતરમાં ભારતીય વિમાનોની અવરજવર માટે ખોલ્યો હતો. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને એકવાર ફરી તેની એર સ્પેસ બંધ કરવાની ઘોષણા કરી હતી.
કાશ્મીર અંગે પાકિસ્તાને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ત્યારે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ તેનો આંતરિક મામલો છે અને ઈસ્લામાબાદ તેના વિશે જે પ્રકારનો રોષ બતાવી રહ્યો છે તેનો કોઈ અર્થ નથી. પાકિસ્તાનનાં નિર્ણયોને એક તરફી ગણાવતાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ઈસ્લામાબાદને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ અને ભારત સાથેનાં તેના દ્વિપક્ષીય સંબંધોને સમ્માન આપવું જોઈએ, જેથી બંને દેશો વચ્ચે સંવાદ સ્થાપિત થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
