દેશની રાજધાની દિલ્હીનાં કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. 18 એપ્રિલના રોજ, આ બિલ્ડિંગમાં કોરોનાનો પ્રથમ દર્દી મળ્યા બાદ, અહીં રહેતા તમામ લોકોનાં નમૂના લેવામાં આવ્યા હતા. શનિવારે બિલ્ડિંગમાં રહેતા લોકોનો કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં 41 લોકોને કોરોના ચેપ લાગ્યો છે.
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં ડીએમ ઓફિસ વતી, જાણ કરવામાં આવી છે કે કાપસહેડામાં ડીસી ઓફિસ નજીક બિલ્ડિંગમાં 41 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બિલ્ડિંગનાં એક વ્યક્તિનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ 19 એપ્રિલનાં રોજ આ ઇમારતને સીલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદથી આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. શનિવારે બીજી વાર આટલી મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. શનિવારે સવારે દિલ્હીમાં તૈનાત સીઆરપીએફનાં 68 જવાનોની કોરોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવી છે. સીઆરપીએફનાં પ્રવક્તા અનુસાર, પૂર્વ દિલ્હીનાં સીઆરપીએફ કેમ્પમાં સીઆરપીએફનાં 68 જવાનો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે, તે બટાલિયનમાં ચેપગ્રસ્તની સંખ્યા વધીને 122 થઈ ગઈ છે. આટલી મોટી સંખ્યામાં ચેપ લાગ્યા બાદ, સમગ્ર કેમ્પને સીલ કરી દેવામાં આવ્યો છે અને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. વળી જેઓ બટાલિયનમાં તેની સાથે સંપર્કમાં આવ્યા હતા તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 3,738 થઈ ગઈ છે અને 61 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં કોરોના ચેપનાં કેસ મહારાષ્ટ્ર અને ગુજરાત પછી સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ રોગચાળાનાં ભોગ બનેલા લોકોની સંખ્યા 11,506 છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 485 મૃત્યુ કોરોના વાયરસથી થયા છે. ગુજરાતમાં કોરોના ચેપનાં 4,721 કેસ છે અને 236 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 37 હજારને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ, ભારતમાં કોવિડ-19 પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે વધીને 37,336 અને 1,218 લોકોની મોત થઇ છે. હાલમાં દેશમાં 26,167 એક્ટિવ કેસો છે એટલે કે આ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વળી 9,951 દર્દીઓ સ્વસ્થ થયા છે અને આજે તેઓ પોતાના ઘરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
