પાટણ જિલ્લાનાં રાધનપુરમાં ” ચોર કોટવાલને દંડે “ તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક ચોરોની ટોળકી દ્વારા એક ટાબરીયાનું અપહરણ કરીને માર મારવામા આવ્યો હતો. ચોરો દ્વારા ટાબરીયા સાથે ખુન્નસ કાઢવાનું કારણ પણ આ કિસ્સા જેટલું વિચિત્ર જ છે. અને ન ફક્ત ટાબરીયાને ચોરોએ દિવસે ઉપાડી લઈ જઈ માર માર્યો પણ હદ તો એ થઇ ગઇ કે વળી પાછી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી…

વાત છે પાટણ જિલ્લાનાં રાધનપુરમાં આવેલ ગોગા શેરીમાં આવેલ એક બંધ મકાનમાં બે દિવસ પહેલા ત્રણ જેટલા ચોરોની ગેંગ ચોરી કરી રહયા હતી. તે દરમ્યાન આ વિસ્તમમા રહેતા માસુમ બાળક કથન રમેશભાઈ પંચાલ, આ ચોરોની ગેંગને ચોરી કરતા જોઈ ગયેલ. બાળકે સતર્કતા દાખવતા એકાએક બૂમાબૂમ કરતા ચોરોને ઉભી પૂંછડિયે ભાગવનો વારો આવ્યો હતો. જોકે ચોરી કરવા આવેલા ચોરો આ બાળકને ઓળખી ગયા હતા. અને બીજા દિવસે બાળક કથન પંચાલ શાળાએ જતો હતો, તે વખતે ચોરોએ બાળકને નિશાન બનાવ્યો. બાળકને બાઈક પર બેસાડી ત્રણ જણા ખંડેર મકાનમાં લઈ ગયા હતા. અને બાળકને ખંડેર મકાનમાં લઇ જઇ અમારું નામ કેમ આપ્યું તેમ કહી માર માર્યો અને બાળક ને ધમકી આપેલી હવે પછી અમોને જોઈને બુમો પાડીશ, તો તને જાનથી મારી નાખીશું. તેમ કહી ફરાર થઇ ગયા હતા.

બહાદુર ટાબરીયાએ આ અંગે ઘરે આવી તેના પિતા રમેશભાઈ પંચાલને જાણ કરતા આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ વ્યાપો હતો અને શેરીના રહીશો સાથે રાધનપુર પોલીસ મથકે ચોરો દ્વારા બાળકને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી. રાધનપુર પોલીસે ચોરોની ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પણ મજાની વાતએ હતી કે કદી દિવલનાં ઉજાસમાં સામે ન આવતા આવા ચોરોએ ટાબરીયાનાં કારણે બહાર તો આવવું પડ્યું પણ હવે તો ફરિયાદ થતા જેલમાં પણ જાવું જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
