Not Set/ જામનગરઃ જિલ્લામાં અવિરત મેઘ મહેર, આજી ડેમના દરવાજા ખોલ્યા

જામનગર જીલ્લામાં ધીમી ધારે મેઘરાજે એ પધરામણી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જીલ્લામાં ધ્રોલ માં ૭ ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. જયારે લાલપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોડિયામાં 6 ઇંચ વરસાદ અને કલાવડમાં 4 ઇંચ  વરસાદ નોંધાયો છે. તો […]

Gujarat Others

જામનગર જીલ્લામાં ધીમી ધારે મેઘરાજે એ પધરામણી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જીલ્લામાં ધ્રોલ માં ૭ ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો.

જયારે લાલપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોડિયામાં 6 ઇંચ વરસાદ અને કલાવડમાં 4 ઇંચ  વરસાદ નોંધાયો છે. તો વરસાદના કારણે આજી – 3 ડેમના 10 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. સાસોઈ ડેમમાં 10 ફૂટની આવક થઇ છે. તો રણજિત સાગર ડેમમાં 5 ફૂટ પાણી આવ્યું છે. વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેર અને જિલ્લામાં મેઘ મહેર અવિરત ચાલુ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.