ભારત અને દરેક ભારતીય માટે તિરંગોએ આન, બાન, શાનની નીશાની છે. તિરંગો દરેક ભારતવાસીનાં હદય-મસ્તક પર સ્થાન ધરાવે છે. દરેક રાષ્ટ્રીય તહેવારમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રને સન્માન આપવામા આવે છે. સામાન્ય રીતે દરેક સરકારી સંસ્થાનોમાં સ્વતંત્રતા પર્વ અને ગણતંત્ર પર્વનાં દિવસે તિરંગો ફરકાવી ઉજ્વણી કરવામાં આવે છે અને જે તે સંસ્થાનનાં ઉચ્ચ અધિકારી તિરંગાને લહેરાવવાનું બહુમાન પામે છે. પરંતુ ક્યારેક આવા પ્રસંગે કોઇ કારણો સર અધિકારી કે તિરંગો ફરકાવનાર ક્ષોભ જનક સ્થિતિમાં પણ મુકાય જતા હોય છે. અને આવું જ કંઇક બન્યું જૂનાગઢ જીલ્લાનાં માણાવદરનાં પ્રાંત અધિકારી સાથે.

જૂનાગઢનાં માણાવદરમાં તાલુકા કક્ષાનાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પાજોદ પે સેન્ટર શાળામાં યોજાઇ હતી. કાર્યક્રમ સમયે પ્રાંત અધિકારી દ્વારા તિરંગો લહેરાવવાનો હતો. તિંરંગો લહેરાવવા સમયે પ્રાંત અધિકારીએ ખુબ મહેનત કરી, પરંતુ તિરંગો ન ફરક્યો. અધિકારી દ્વારા લગભગ એક મિનિટ સુધી તિરંગો ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ તેમા તેમને, નાકામયાબી મળી હતી. રાષ્ટ્રગીત શરૂ થયા પછી પણ રાષ્ટ્ર ધ્વજ ફરકયો નહિ. જો કે, આ રાષ્ટ્રધ્વજનાં અપમાન સમી ઘટના કહેવાય, જ્યારે તિરંગો ન ફરક્યો હોય અને રાષ્ટ્રગીત શરુ કરી દેવામાં આવે. પરંતુ ટેકનીકલ કારણથી તિરંગો સમયસર ન ફરાકતા અંતે પોલીસ કર્મચારીએ આવી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આમ માણાવદરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે અધિકારી ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
