Not Set/ વિરમ બાદ મેધરાજાની વાપશી, રાજ્યભરમાં જોવા મળ્યો વરસાદી માહોલ

ગુજરાતભરમાં બે રાઉન્ડમાં બારે મેધ ખંગા જેવી સ્થિતિ સાથે ભારે વરસાદ વરસ્યા પછી મેધાએ ફરી રાજ્યમાં વાપશી કરી છે. રાજ્યભરમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવામાં આવી રહ્યું છે. રાજ્યાભરમાં આમતો ઝરમરથી લઇ સારો વરસાદ નોંધવામા આવી રહ્યા છે.ત્યારે રાજ્યનાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જીલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદથી ચોતરફ […]

Top Stories Gujarat Others

ગુજરાતભરમાં બે રાઉન્ડમાં બારે મેધ ખંગા જેવી સ્થિતિ સાથે ભારે વરસાદ વરસ્યા પછી મેધાએ ફરી રાજ્યમાં વાપશી કરી છે. રાજ્યભરમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવામાં આવી રહ્યું છે. રાજ્યાભરમાં આમતો ઝરમરથી લઇ સારો વરસાદ નોંધવામા આવી રહ્યા છે.ત્યારે રાજ્યનાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

અરવલ્લી જીલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદથી ચોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. માલપુરમાં અડધા કલાકમાં ધોધમાર એક ઈંચ વરસાદ ખાબકતા બજારોમાં પાણી ભરાયા હતા. તો અરવલ્લીનાં ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદથી લિલછા ગામે  જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદ ને કારણે જીલ્લાનાં મોટા ભાગનાં રસ્તાઓ નદીઓ સમા બન્યા હતા. અને અનેક  નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ પણ નોંધવામા આવી હતી.

રાધનપુરમાં વિલંબ બાદ, પણ મેઘરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. અને રાધનપુર ખાતે ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. 5 દિવસ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોવાનો અનુભવ કરવામા આવી રહ્યો છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો જોવા માળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં કાળાડિબાંગ વાદળો જોવામાં આવી રહ્યા છ. જીલ્લાનાં પાલિતાણા સહિત ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. જો કે,  વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બોટાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધવામા આવ્યો છે. ગઢડાનાં ઢસા,ભંડારીયા, માંડવા, જલાલપુર સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખબકતા  વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને સારા વરસાદનાં પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

બનાસકાંઠાનાં ધાનેરામાં વરસાદનું આગમન થયાની સાથે જ મેધાએ મનમૂકી ને વરસવાનું શરૂ કર્યું. મેધાની ધમાકેદાર એન્ટ્રીથી લોકો ખુશખુશાલ જોવામા આવ્યા હતા. જો કે ભારે વરસાદે સરકારી તંત્રની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી અને ઠેરઠેર ગટરો ઉભરાયેલી જોવામા આવી હતી.

બે દિવસનાં વિરામ બાદ મેધાએ ફરી રાજકોટમાં પધરામણી કરી છે.  ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું હતું.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે

ખેડાનાં નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા લોકોને ભારે ઉકરાટ બાદ વરસાદથી ઠંડક અનુભવાતા રાહતની ઉકળાટમાંથી છુટકારાની લાગણી પ્રસરી ગઇ છે. તો સારા વરસાદનાં પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવામાં આવી રહ્યો છે.  આણંદનાં સોજિત્રા ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.