કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર નિર્મલા સીતારમણનું આગમન થયું હતું. નિર્મલા સીતારમણ ગુજરાતના આઇટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નાણાપ્રધાન જીસીસીઆઇના હોદ્દેદારો સાથે પણ મહત્વની બેઠક કરી હતી. આ પસંગે તેમણે પ્રજા જોગ સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં સિતારમણે કહ્યું હતું ભાજપ અત્યારે વિશ્વમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી ને આવ્યો છે. કલમ 370 અંગે તેમણે કહ્યું હતું કે, તેનાથી કાશ્મીર ત્યાના નિવાસીઓ અને ખાસ કરીને મહિલાઓનો વિકાસ થશે.
આઇટી અધિકારીઓ સાથેના સંવાદમાં તેમણે કહ્યું હતું કે, નાણાં મંત્રાલય અને ટેક્સ અધિકારીઓ વચ્ચે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે. કરવેરા સંચાલકોની કામગીરી ખૂબ જ નાજુક છે.
નાણાંપ્રધાનની આઇટી અધિકારી અને કરદાતાઓ સાથે સંપર્ક સાધવા માટે મહાનગરો અને ટાયર -2 શહેરોમાં યોજાનારી બેઠકોની શ્રેણીમાં આયકર અધિકારીઓ સાથેની આ પહેલી બેઠક હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
