New Delhi News : દેશના માથે દેવું સતત વધી રહ્યું છે. આ વર્ષે કેન્દ્ર સરકાર પર દેવું વધી રૂ. 172 લાખ કરોડ થયું છે. જે દેશની કુલ જીડીપીના 58.2 ટકા છે. જો રાજ્ય સરકારના દેવાના આંકડાઓ પણ સામેલ કરીએ તો તેમાં મોટો વધારો થશે. ભારત પર દેવું એ અવારનવાર ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે સરકારનો ખર્ચ તેની આવક કરતાં વધી જાય છે, ત્યારે તે ઉધાર લે છે. આ ઉધાર જ સરકારી દેવાં તરીકે ઓળખાય છે. જેના બે પ્રકાર છે- એક પોતાના દેશમાંથી જ લોન લેવી અને બીજુ અન્ય દેશોમાંથી લેવામાં આવતું ઉધાર.
કેન્દ્ર સરકાર પર દરવર્ષે દેવામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર, 2018-19માં દેશના માથે રૂ. 93.26 લાખ કરોડ દેવું હતું. જે 2024-25 સુધીમાં વધી રૂ. 185.27 લાખ કરોડ થશે. અર્થાત 2018-19માં જીડીપીના 49.3 ટકાથી વધી દેવુ 2024-25માં 56.8 ટકા થશે.
છ વર્ષમાં દેવુ વધી બમણુ થશે.સરકારના જણાવ્યા પ્રમાણે, છેલ્લા છ વર્ષમાં અનેક આર્થિક પડકારો જોવા મળ્યા છે. લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે સરકારે ખર્ચમાં વધારો કર્યો હોવાથી દેવું વધ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બીજા દેશોની તુલનાએ ભારતની સ્થિતિ સારી છે.
કારણકે, ભારતનું વિદેશી દેવું માત્ર 18.7 ટકા છે. જે ચીન, થાઈલેન્ડ, તુર્કી, વિયેતનામ, દક્ષિણ આફ્રિકા, અને બાંગ્લાદેશ કરતાં ઘણું ઓછુ છે. કુલ વિદેશી દેવું અને જીડીપી રેશિયોમાં ભારત ત્રીજો સૌથી ઓછું દેવું ધરાવતો દેશ છે.કોરોના મહામારી પહેલાં 2019-20માં સરકારી દેવું વધી રૂ. 105.07 લાખ કરોડ થયુ હુતં.
જે દેશની જીડીપીના 52.3 ટકા હતું. કોરોના સમયે 2020-21માં વધી રૂ. 121.86 લાખ કરોડ થયું હતું. જેની પાછળનું કારણ રાહત પેકેજ અને આર્થિક મદદ માટે સરકારી ખર્ચમાં વધારો હતો. 2021-22માં રૂ. 138.66 લાખ કરોડ થયું હતું.2014માં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી.
આર્થિક બાબતોના વિભાગ અનુસાર, 31 માર્ચ, 2014 સુધી દેશના માથે રૂ. 54 લાખ કરોડનું ઉધાર હતું. જે એનડીએ સરકારના પ્રથમ કાર્યકાળમાં જીડીપી કરતાં અડધું રહ્યું હતું. બીજા કાર્યકાળમાં દેવાનો બોજો વધી માર્ચ, 2024 સુધી રૂ. 172 લાખ કરોડ થયો હતો. અર્થાત એનડીએ સરકારના 10 વર્ષમાં દેશ પર દેવાનો બોજો ત્રણ ગણો વધ્યો.
આ પણ વાંચો:UPSC એ પૂજા ખેડકરની IAS પોસ્ટ છીનવી લીધી અને તેના પર તમામ પરીક્ષાઓ પર પ્રતિબંધ પણ લગાવી દીધો
આ પણ વાંચો:ભારતે અન્ય દેશોની જેમ તેના સોફ્ટ પાવરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
આ પણ વાંચો:ગેમનું વ્યસન કેવી રીતે બાળકોને શિકાર બનાવી રહ્યું છે, ગેમિંગ અને આત્મહત્યા વચ્ચે શું સંબંધ છે ?

