Not Set/ રિવરફ્રન્ટના ઓડિટમાં 69 કરોડનો ગોટાળો સામે આવ્યો,વિપક્ષે કરી વિજીલન્સ તપાસની માંગણી

અમદાવાદ, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટમાં મસમોટો ગોટાળો સામે આવ્યો છે. બહારથી સુંદર જોવા મળતા રિવરફ્રન્ટના 2018/2019ના ઓડિટમાં પોલ ખૂલી છે. જેમાં 69 કરોડનાં ગોટાળા થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ખાનગી કંપનીના ઓડિટર દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં રૂ. 69 કરોડ 31 લાખ 11 હજાર 476નો કોઈ હિસાબ મળ્યો નથી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો સામે આવવાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટમાં મસમોટો ગોટાળો સામે આવ્યો છે. બહારથી સુંદર જોવા મળતા રિવરફ્રન્ટના 2018/2019ના ઓડિટમાં પોલ ખૂલી છે. જેમાં 69 કરોડનાં ગોટાળા થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

ખાનગી કંપનીના ઓડિટર દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં રૂ. 69 કરોડ 31 લાખ 11 હજાર 476નો કોઈ હિસાબ મળ્યો નથી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો સામે આવવાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા તપાસની માંગ કરી છે.

આ મસમોટો ગોટાળા સામે આવતાની સાથે જ પક્ષ અને વિપક્ષની એકબીજા પર આક્ષેપબાજી શરૂ થઈ ગઈ  છે. વિપક્ષ કોંગ્રેસનો આરોપ છે કે રૂપિયા  69 કરોડ કયા કામ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો અને ક્યાં ગયા તેનો  કોઈ હિસાબ મળી રહ્યો નથી.

અમદાવાદમાં રિવરફ્રન્ટ વર્ષ 2018/19નાં ઓડિટમાં કરોડો રૂપિયા કયા કામમાં કઇ રીતે અને ક્યાં વાપરવામાં આવ્યા તેનો હિસાબ મળી નથી રહ્યો. 2018-19નું ઓડિટ ખાનગી ઓડિટર દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઓડિટમાં 69,31,11,476 રૂપિયાનો કોઈ હિસાબ મળી રહ્યો નથી. સાબરમતી રિવરફન્ટ કંપની કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ચાલે છે. પ્રજાનાં પૈસા ક્યાં ગયા તેનો એડિટ રિપોર્ટમાં કોઈ હિસાબ મળી રહ્યો નથી. આવામાં વિપક્ષે ચીફ વિજિલન્સ તપાસ કરે તેવી કોંગ્રેસ માંગ કરી રહ્યું છે.

આ ઓડિટ રિપોર્ટમાં ઇન્ટરનલ કન્ટ્રોલમાં ખામી હોવાનું કહેવામાં આવ્યું છે. કોર્પોરેશનની પ્રોજેક્ટ કમિટીમાં મહત્વના નિર્ણય લેવાય છે. પરંતુ પ્રોજેક્ટ કમિટીમાં વિરોધ પક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી વિપક્ષ ચીફ વિજિલન્સ તપાસ કરવા માટે પત્ર લખશે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફન્ટ કંપની કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ચાલે છે.

આ સમગ્ર ગોટાળો સામે આવ્યા બાદ મેયર બિજલ પટેલે વિરોધ પક્ષનાં નેતા દિનેશ શર્માના આક્ષેપો પર જણાવ્યું હતું કે ઓડિટમાં ગોટાળાનો આક્ષેપ સાબિત કરવા માટે મીટિંગમાં હાજર રહેવુ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.