Not Set/ સ્ટીવ સ્મિથનાં લમણે આર્ચરનો બાઉન્સર વાગતા સ્ટેડિયમમાં સન્નાટો છવાય ગયો

જોફ્રા આર્ચરનો આશરે 150 પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેકવામાં આવેલો બાઉન્સર બોલ સીધો સ્ટીવ સ્મિથની ડાબી બાજુ લમણામાં લાગતાની સાથે સ્ટીવ પીચ પર જ ઢળી ગયો હતો.  બાઉન્સ બોલ લમણે લાગતા અને સ્ટીવ નીચે ઢળ જતાની સાથે સ્ટેડીયમમાં સન્નાટો છવાઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ એશિઝ ટેસ્ટ સિરીઝ 2019 માટે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ […]

Uncategorized

જોફ્રા આર્ચરનો આશરે 150 પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેકવામાં આવેલો બાઉન્સર બોલ સીધો સ્ટીવ સ્મિથની ડાબી બાજુ લમણામાં લાગતાની સાથે સ્ટીવ પીચ પર જ ઢળી ગયો હતો.  બાઉન્સ બોલ લમણે લાગતા અને સ્ટીવ નીચે ઢળ જતાની સાથે સ્ટેડીયમમાં સન્નાટો છવાઇ ગયો હતો.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ એશિઝ ટેસ્ટ સિરીઝ 2019 માટે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી મેચમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્મિથે પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાને શરમમાંથી બચાવ્યું હતું. આ પ્રયાસમાં સ્ટીવ સ્મિથ જોફ્રા આર્ચરના ખતરનાક બાઉન્સર દ્વારા ઘાયલ થયો હતો. જોફ્રા આર્ચરનો બાઉન્સર બોલ, ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં 77મી ઓવરે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેકાયો હતો. બોલ સીધો સ્ટીવ સ્મિથની ડાબી બાજુ ગયો અને તે હવામાં બાઉન્સ થઈ તેના લમણા પર વાગતાની સાથે જ સ્ટીવ પીચ પર નીચે પડ્યો હતો. આ પછી, તે લાંબા સમય સુધી ઊભો થઇ શક્યો ન હતો. આ સમય દરમિયાન, સ્મિથના નાકમાંથી લોહી પણ નીકળતું હતું.

ઓસ્ટ્રેલિયન મેડિકલ સ્ટાફ મેદાન પર પહોંચ્યો અને સ્ટીવ સ્મિથને પ્રાથમિક સારવાર આપી. ત્યાર બાદ સ્મિથને પાછા પેવેલિયન લઈ જવામાં આવ્યો. ઇજાના સમયે સ્મિથ 152 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 80 રન બનાવીને રમી રહ્યો હતો.

આ સમય દરમિયાન, મેદાન પર ઉપસ્થિત ઓસ્ટ્રેલિયન દર્શકો, ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ અને કોચિંગ સ્ટીવ સ્મિથની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે વર્ષ 2014 માં ઓસ્ટ્રેલિયન ઓપનર ફિલ હ્યુજીસનાં માથામાં બાઉન્સર વાગવાથી તેનું અવસાન થયું હતું. તો ભારતનાં રમણલાંબાને પણ માથામાં બોલ વાગવાથી તેનું અવસાન થયું હતું. ત્યારથી, જ્યારે પણ ક્રિકેટના મેદાન પર આવી ઘટના બને છે ત્યારે મનમાં ભયાનક યાદો તાજી થાય છે.

Twitter पर छबि देखें

બાદમાં ઓસ્ટ્રેલિયાની સાતમી વિકેટ તરીકે પીટર સિડલ આઉટ થયો હતો. આ પછી સ્મિથ ફરીથી બેટિંગ કરવા ઉતર્યો હતો. તે તેની સદીથી 8 રન દૂર રહ્યો હતો અને ક્રિસ વોક્સ દ્વારા 92 રન બનાવીને LBW આઉટ થયો હતો.

જુઓ આ વિડીયોમાં, કેવી રીતે વાગ્યો સ્વીટને આર્ચરનો બોલ……

(સૌજન્ય સોની સ્પોર્ટ)

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.